આયુષ્યમાન યોજના:દેવભૂમિના 5092 લાભાર્થીને 14.65 કરોડની સહાય અપાઈ

ખંભાળિયા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આયુષ્યમાન યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આયુષ્યમાન કાર્ડ હેઠળ અત્યાર સુધીમાં 8737 કુટુંબોને જોડવામાં આવ્યા છે. તેમજ આયુષ્યમાન કાર્ડ હેઠળ અત્યાર સુધી 5092 ક્લેઇમ થયા છે.જેમાં રૂા.14.65 કરોડની સહાય સરકાર દ્વારા મંજુર કરવામાં આવી છે. આ રકમ સારવાર ખર્ચ પેટે સરકારે ચુકવી ગરીબ પરિવારોને બિમારીનો આર્થિક બોજ ન થાય તે માટે જનસેવાનું મોટું કાર્ય કર્યું છે.

ભારત સરકારની આયુષ્યમાન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. જેમાં પ્રાથમિક, સેકન્ડરી અને ગંભીર બીમારીની સારવાર કરવામાં આવે છે. કાર્ડના લાભાર્થીઓને હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, કન્સલટેશન, નિદાન માટે લેબોરેટરી રિપોર્ટ, સર્જરી, સર્જરી બાદની અનુવૃત્તિ સેવાઓ, દવાઓ, દાખલ ચાર્જ, દર્દીને ખોરાક, ફોલો - અપ સહિતની સેવાઓને આવરી લેવામાં આવી છે. આ યોજનાના લાભાર્થીને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવવા જવા ભાડા પેટે રૂ. 300 આપવામાં આવે છે.

ગરીબી રેખા હેઠળ જીવતા લોકો કે જે આયુષ્યમાન કાર્ડ કઢાવવા ઈચ્છે છે તેઓ આ કાર્ડ આયુષ્યમાન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે સંકળાયેલ તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો, પીએચસી અને સીએચસી સેન્ટર ખાતેથી કાર્ડ કઢાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...