વિધાનસભા ચૂંટણી 2022:ખંભાળિયા-દ્વારકાની બેઠક માટે વધુ 13 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા; EVM-VVPATની રેન્ડમાઈઝેશન પ્રક્રિયા દ્વારા ફાળવણી કરાઈ

દ્વારકા ખંભાળિયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં 81-ખંભાળિયા અને 82-દ્વારકાના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર દ્વારા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણીલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જ્યાં બીજી બાજુ જિલ્લા ચૂંટણી અધિકારી, નિવાસી અધિક કલેક્ટર, ઈ.વી.એમ. નોડલ ઓફિસર સહિતના અધિકારીઓ તેમજ માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કોમ્યુટરાઇઝડ રેન્ડમાઇઝેશન દ્વારા ઈ.વી.એમ. (બેલેટ યુનિટ-કંટ્રોલ યુનિટ) મશીન અને વીવીપેટ ફાળવણી ચૂંટણી અધિકારીઓને કરવામાં આવી હતી.

ખંભાળિયા-દ્વારકાની બેઠક માટે વધુ 13 ઉમેદવારી ફોર્મ ઉપાડવામા આવ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં 81-ખંભાળિયા અને 82-દ્વારકાના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર દ્વારા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણીલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે મંગળવારે ખંભાળિયા વિધાનસભા મત વિસ્તાર માટે 13 ફોર્મ ઉપડ્યા છે. જ્યારે દ્વારકા વિધાનસભા વિસ્તાર માટે માત્ર એક જ ફોર્મ લેવામાં આવ્યું હતું. આજ સુધી બંને બેઠક માટે એકપણ ફોર્મ રજુ થયુ નથી.

દ્વારકામાં ઈવીએમ મશીન-વીવીપેટની રેન્ડમાઈઝેશન પ્રક્રિયા દ્વારા ફાળવણીઠ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી અન્વયે જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા મત વિસ્તાર 81-ખંભાળિયા અને 82-દ્વારકા વિસ્તારની ચૂંટણીમાં મતદાન સંદર્ભે તાજેતરમાં ઈવીએમ અને વીવીપેટ મશીનોની રેન્ડમાઈઝેશન પ્રક્રિયા દ્વારા ફાળવણી કરવામાં આવી હતી.

પક્ષના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કોમ્યુટરાઇઝડ રેન્ડમાઇઝેશન
જિલ્લા ચૂંટણી અધિકારી, નિવાસી અધિક કલેક્ટર, ઈ.વી.એમ. નોડલ ઓફિસર સહિતના અધિકારીઓ તેમજ માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કોમ્યુટરાઇઝડ રેન્ડમાઇઝેશન દ્વારા ઈ.વી.એમ. (બેલેટ યુનિટ-કંટ્રોલ યુનિટ) મશીન અને વીવીપેટ ફાળવણી ચૂંટણી અધિકારીઓને કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કચેરીની ચૂંટણી શાખા ખાતે હાથ ધરાયેલી રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા અંતર્ગત ખંભાળિયા વિધાનસભા મતવિસ્તાર માટે કુલ 413-CU, 413-BU અને 464-VVPAT, જ્યારે દ્વારકા વિધાનસભા મતવિસ્તાર માટે કુલ 391-CU, 391-BU અને 440-VVPATની ફાળવણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...