દેવભૂમિ દ્વારકા જિલ્લાની 108ની ટીમ દ્વારા સગર્ભા મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા 108ની અંદર જ પ્રસુતિ કરાવવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકાના ઓખાથી વાહનમાં આવી રહેલા સગર્ભા મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. આથી 108ની ટીમના ઇએમટી પુજાબેન પરમાર,પાઇલોટ આશોકભાઈ સ્થળ પર પહોંચ્યા હતા.
ઉપરોકત સ્થળ પર પહોંચતા ટીમને જાણવા મળ્યું કે, મહિલાનું બીપી વધુ પ્રમાણમાં છે અને પગમાં સોજા પણ વધુ જોવા મળ્યા હતા. મહિલાને વધુ પીડા થતા ૧૦૮માં જ પ્રસુતિ કરાવવી પડે તેમ હતી.બાળકનો જન્મ થતા બાળકનું પણ વજન પ્રમાણમાં ઓછું હતું. બાળક અને માતાને ૧૦૮ની ટીમે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે દેવભૂમિ દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.