દ્વારકા જિલ્લામાં ચાઇનીઝ દોરા, તુકકલના ઉપયોગ પર પ્રતિબંધ...
ઉતરાયણના તહેવારોમાં ચાઇનીઝ દોરા, તુક્કલ કે માંઝાના કારણે પક્ષીઓ તથા લોકોને ઇજા થવાના બનાવો બને છે. આવી ઇજાઓ કયારેક પક્ષીઓ તથા લોકોના મૃત્યુનું કારણ પણ બને છે. આ ઉપરાંત ઉતરાયણના દિવસોમાં વ્યાપક માત્રામાં પ્લાસ્ટીકના પતંગો તથા ચાઇનીઝ દોરીઓ જમીન પર જેમ-તેમ પડ્યા રહે છે. જે પ્લાસ્ટીકના હોવાના કારણે લાંબો સમય સુધી સડતા નથી અને પ્લાસ્ટીક ગટરમાં જવાના કારણે ગટરો બ્લોક થઇ જાય છે. ગાય કે અન્ય પશુઓનું ચાઇનીઝ દોરીઓ ગળી જવાના કારણે મૃત્યુ થાય છે. આ બાબતને ધ્યાને લઇ, દેવભૂમિ દ્વારકા જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જિલ્લામાં તા. 31 જાન્યુઆરી સુધી સુધી પતંગો ઉડાડવા માટે ચાઇનીઝ દોરા, પ્લાસ્ટીક દોરી, નાયલોન, સિંથેટીક મટીરીયલ, ટોક્ષીક મટીરીયલ, લોખંડ પાવડર, કાચ, મેટાલીક બેઝ્ડ થ્રેડ્સ અને ઓડીયો મેગ્નેટીક ટેપ, વિગેરેથી તૈયાર કરેલા પાકા દોરા કે જેમા ખાસ કરીને ચાઇનીઝ બનાવટના દોરા, તુકકલ, સ્કાય લેન્ટર્ન અને ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામનો ભંગ કરનાર સજાને પાત્ર થશે તેમ વધુમાં જણાવ્યું છે.
108 એમ્બ્યુલન્સના સ્ટાફની પ્રમાણિકતા...
ખંભાળિયા -જામનગર હાઈ-વે પર આવેલી નયારા કંપનીમાં કામ કરતા યુ.પી.ના રહીશ એવા એક યુવાન કામ પર જઈ રહ્યા હતા. ત્યારે તેમનું મોટરસાયકલ અકસ્માતગ્રસ્ત બન્યું હતું. આ અકસ્માતમાં ઈજા પામેલા બાઈક ચાલક પાસે આશરે રૂપિયા 90,000 જેટલી કિંમત ધરાવતા 3 મોબાઈલ ફોન તેમજ અન્ય જરૂરી ઓરિજનલ ડોક્યુમેન્ટ હતા. તે તેમના પરિવારજનોને સુપ્રત કરી પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડયું હતુ. આ બનાવ અંગે ઈમરજન્સી 108ને જાણ કરવામાં આવતા જાખર પાટિયા 108માં ફરજ બજાવતા એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી. દક્ષા બારૈયા અને પાયલોટ યોગેશ ગઢવી દ્વારા ઘવાયેલા બાઈક ચાલકને તાકીદની સારવાર આપીને અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માતમાં ઈજા પામેલા બાઈક ચાલક પાસે આશરે રૂપિયા 90,000 જેટલી કિંમત ધરાવતા 3 મોબાઈલ ફોન તેમજ અન્ય જરૂરી ઓરિજનલ ડોક્યુમેન્ટ હતા., તે તેમના પરિવારજનોને સુપ્રત કરી પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડયું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.