કાર્યવાહી:દ્વારકાના વરવાળામાં ગાંજાના 1.9 કિલો જથ્થા સાથે 1 ઝબ્બે, 1 ફરાર

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ.19 હજારનો જથ્થો કબજે, રાજકોટના શખસે સપ્લાય કર્યાનું ખૂલ્યું

દ્વારકાના વરવાળા ગામે સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપે દરોડો પાડી માદક પદાર્થ ગાંજાના 1.9 કિલોથી વધુ જથ્થા સાથે એક શખસને દબોચી લીઘો હતો જેના કબજામાંથી રૂ.19 હજારની કિંમતનો ગાંજો તેમજ મોબાઇલ,કાંટો વગેરે મળી રૂ.20 હજારથી વધુની માલમતા કબજે કરી હતી.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર દ્વારકા ગ્રામ્યમાં એસઓજીના ઇન્ચાર્જ પી.આઇ. પી.સી. સિંગરખીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસને વરવાળા ગામે એક શખસ પાસે માદક પદાર્થનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેથી પોલીસ ટીમે હુશેન સાલેમામદભાઈ કેરના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને દરોડો પાડયો હતો.

જે દરોડા વેળા અંદરથી માદક પદાર્થ ગાંજો 1 કિલો 938 ગ્રામ મળી આવ્યો હતો.આથી પોલીસે રૂ.19,380ની કિ઼મતનો ગાંજો ઉપરાંત એક મોબાઈલ તથા એક ઇલેક્ટ્રિક કાંટો મળી કુલ રૂ.20580નો મુદામાલ કબજે કર્યો હતો અને તેની અટક કરી હતી. પ્રાથમિક પોલીસ પુછપરછ વેળા આ માદક પદાર્થનો જથ્થો ઇસ્માઇલશા ઉંમરશા શાહ નામના રાજકોટના શખ્સનું નામ ખુલતા પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...