તંત્રની અવળચંડાઈ:સરકારી હોસ્પિટલ અને સ્કૂલ વચ્ચે જ ગંદકીના ગંજ

ભાટિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચરાપેટી અને કાદવ કિચડને સાફ કરવામાં તંત્રની અવળચંડાઈ

કલ્યાણપુર તાલુકા ના ભાટિયા ગામે આવેલ સરકારી પીએચસી સેન્ટર ની બાજુમાં અને તેની બરોબર સામે આવેલ ભાટિયા તાલુકા શાળા ની વચ્ચે જ ગંદકી ના ખૂબ જ મોટા ગંજ ખડકાઈ ગયા છે.કેમ કે પંચાયત દ્વારા અહીં જ જાહેર મુતરડી ની વ્યવસ્થા કરવામાં આવી છે એટલું જ નહીં એ જગ્યા પર ખીચોખીચ કીચડ ની વચ્ચે જ કચરા પેટી નાખવામાં આવી છે.

સાથે જે સ્કૂલ માં 500 થિ વધારે બાળકો ભણી રહ્યા છે ત્યાં જ તેની દીવાલ પાસે ખૂબ જ મોટા પાયે કચરો અને ડુચાઓ નાખવામાં આવી રહ્યા છે જો કે આશ્ચર્ય ની વાત તો એ છે કે આ તમામ ભાટિયા ગ્રામપંચાયત ની નજર નીચે જ બની રહ્યું છે.કેમ કે સ્કૂલ ની દીવાલ પછી તરત જ પંચાયત ની દીવાલ ચાલુ થાય છે .

સ્વાસ્થ્યના મોટા પાયે અભિયાનો ચલાવતી સરકાર સમક્ષ આ એક શરમજનક હકીકત છે કેમ કે અહીંયા તાલુકા શાળા માં ભણવા આવતા ભાટિયા ના જ બાળકો અનહદ મચ્છરો અને શ્વાસ ન લઈ શકાય એવી દુર્ગંધ નો ભોગ બની રહ્યા છે.સામે જ અહીં ભાટિયા પીએચસી સેન્ટર આવેલ છે જ્યાં ભાટિયા તાલુકા નું મુખ્ય વ્યાપારી મથક હોવાથી મોટા પાયે આવતા દર્દી ઓ પોતાની સ્વસ્થ્ય માટેની મેડિસિન સાથે ગંદકી નો લ્હાવો પણ લઈને જાય છે.

તાલુકા શાળાના એક શિક્ષક સાથે વાત કરતા તેઓ એ જણાવ્યું હતું કે આ ગંદકી માટે સ્કૂલ તરફથી અનેક વખત રાવ ફરિયાદો કરવામાં આવી પણ તેનો કોઈ રસ્તો નીકળતો નથી. આ રસ્તા પર આ ગંદકી અનેક વટેમાર્ગુઓને પણ મોઢા પર રૂમાલ રાખવા મજબુર કરે છે અહીંથી ગૌશાળા, તળાવ તથા શિશુમંદિર જવા માટે નો મુખ્ય રસ્તો છે તથા આ ગંદકી ની સામે જ લોહાણા મહાજન વાડી નામે સમાજ વાડી આવેલ છે.

ગંદકીના કારણે રોગચાળાનો ભય ફેલાય છે
આ ગંદકીનો ભોગ ભાટિયાની આ સ્કૂલોમાં જતા ભણતા બાળકો તથા હોસ્પિટલના દર્દી સહિત અનેકો ને પરેસાન થઈ રહ્યા છે એટલુ જ નહીં એનાથી ગંભીર રોગચાળો એમના કોઈને લાગી શકે છે આ કીચડ ને સાફ કરી અહીંથી કચરાપેટી વગેરે ને અન્ય જગ્યા પર ખસેડી વર્ષો ની ગંદકી ને સત્વરે સાફ કરવી જ જોઈએ. > મોહનભાઈ રાઠોડ, આગેવાન, ભાટિયા.

અન્ય સમાચારો પણ છે...