ઉત્કૃષ્ઠ દેખાવ:ગણિત, વિજ્ઞાન પ્રદર્શનમાં બાલાચડી શાળાનો પ્રથમ નંબર

ભાટિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓએ સ્વસ્થ અને સ્વચ્છતા વિભાગમાં ઈનામ મેળવી શાળાનું નામ રોશન કર્યું

જોડિયા તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2022ના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિભાગમાં કાર્યક્રમમાં જોડિયા તાલુકા ની શ્રી બાલાચડી પ્રાથમિક શાળાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. તા. 9/12 /2022 શુક્રવારના રોજ જોડિયા તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન નું આયોજન શ્રી જેડીવી કન્યા વિદ્યાલય જોડીયા ખાતે ડાયટ જામનગર અને બીઆરસી ભવન જોડિયા ના ઉપક્રમે યોજવામાં આવેલ હતો. આ પ્રદર્શનમાં જોડિયા તાલુકાની વિવિધ સીઆરસી કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ કૃતિઓ નું પ્રદર્શન યોજવામાં આવેલ હતું.

જેમાં શ્રી બાલાચડી પ્રાથમિક શાળાએ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિભાગમાં અમૃત પુષ્પ કૃતિ સાથે વિજેતા બની છે. જોડિયા તાલુકા કક્ષાના પ્રદર્શનમાં આજરોજ ભાગ લીધો હતો. આ વિભાગમાં જોડિયા તાલુકાની વિવિધ સીઆરસીઓમાં વિજેતા થયેલ કુલ પાંચ કૃતિઓ વચ્ચે હરીફાઈ હતી.

જેમાં નિર્ણય આપોને પેનલે શ્રી બાલાચડી પ્રાથમિક શાળાને વિજેતા જાહેર કરી પ્રથમ ક્રમ આપેલ હતો. હવે પછીના જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિભાગમાં જોડિયા તાલુકાનું પ્રતિનિધિત્વ શ્રી બાલાચડી પ્રાથમિક શાળા કરશે. શ્રી બાલાચડી પ્રાથમિક શાળાની (1)વાઘેલા કિરણબા અશોકસિંહ (2)વાઘેલા તન્વીબા અનિરુદ્ધસિંહ ધોરણ 8 ની વિદ્યાર્થીની બહેનોએ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિભાગ માં અમૃત પુષ્પ કૃતિ રજૂ કરી હતી. જે અંગે શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ છત્રાળા ના સતત પ્રોત્સાહન અને આ અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન આપણી શાળાના શિક્ષક શ્રી હિતેશભાઈ જરુએ આપેલ હતું તથા કૃતિ માટેના જરૂરી ચાર્ટ શ્રી ભરતભાઈ જાટીયા એ બનાવેલ હતા.

શાળાના વિજ્ઞાન શિક્ષક મુસ્તાકભાઈ ગોધાવીયાના સહયોગથી અને રફીકભાઈ અમરેલીયાના વિશેષ સૂચનો થી તથા વાઘેલા કિરણબા અને વાઘેલા તન્વીબાની આગવી રજૂઆતથી આ કૃતિએ જોડિયા તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે. તે માટે બંને વિદ્યાર્થીની બહેનો ને શાળાના સમગ્ર સ્ટાફ અને ગામ લોકો તથા એસએમસી સભ્યો દ્વારા ભવિષ્યમાં યોજાનાર જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન માટે શુભકામનાઓ પાઠવેલ છે બંને વિદ્યાર્થીની બહેનોને જોડિયા બીઆરસી શ્રી આસિફભાઇ જામીના વરદ હસ્તે પ્રમાણપત્ર તથા શિલ્ડ એનાયત કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...