દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઝારેરા ગામે સમસ્ત સગર સમાજ દ્વારા દેવ શ્રીદાસારામ બાપાના ભવ્ય મંદિરનુ નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભવ્ય નવનિર્મિત મંદિરના સમસ્ત સગર સમાજ દ્વારા ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ પાટોત્સવ પ્રસંગે સગર સમાજ દ્વારા અગિયારસો જેટલા વાહનો સાથેની વિશાળ શોભાયાત્રા , દાસારામ બાપાના સામૈયા, 151 કુંડી મહાયજ્ઞ, સંતોના આર્શીવચન, દાતાઓનું સન્માન, કીર્તિદાન ગઢવી, દેવરાજ ગઢવી, ગીતાબેન રબારી, ઉમેશ બારોટ, સહિતના નામી અનામી કલાકારોનાં કંઠે લોકડાયરો, તેમજ પ્રતિભા સન્માન, પ્રેરક પ્રવચનો સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
આ તકે દાસારામ બાપાની કાઠિયાવાડી પાઘડી જેની ઉંચાઈ 3 ફૂટ, લંબાઈ 7 ફૂટ અને 21 ફૂટ પરિધ વ્યાસ જેનું કુલ વજન 100 કિલોગ્રામ બનાવી તેમજ સૌથી મોટી માળા બનાવી વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. આ વર્લ્ડ રેકોર્ડમાં શૈલેષભાઈ સગર, લખનભાઈ કદાવલા સહિત સગર સમાજના લોકો દ્વારા જહેમત ઉઠાવી હતી.
આ પ્રસંગે બિહારના નાયબ મુખ્યમંત્રી રેણુકા દેવી, સાંસદ પૂનમબેન માડમ સહિત અગ્રણીઓ, સંતો અને મહાનુભાવોની ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક સહિત રાજયભરથી લાંખો લોકો ઝારેરા ખાતે ઉમટી પડી, ભજન, ભોજન અને મહાયજ્ઞ અને દાસારામ બાપાના દર્શનનો લાભ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.