પરેશાની:દીવમાં પર્યટકોને નિવૃત યુદ્ધ જહાજ નિહાળવામાં હેરાનગતિ, નારાજગી

દીવએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રશાશિત પ્રદેશ દીવ દેશ વિદેશ માં એક સારા અને સુંદર પર્યટક સ્થળ તરીકે પ્રખ્યાત છે અહી હરવા ફરવા અને દીવ ના બીચો તેમજ ફરવાના સ્થળ નિહારવા મોટી સંખ્યા માં પર્યટકો આવે છે ત્યારે ક્યારેક કર્મચારી ની મનમાની થી પર્યટકો હેરાન પરેશાન થઇ જાય છે.

ગત 26 જાન્યુઆરી 2022 ના રોજ ભવ્ય કાર્યક્રમ બાદ નિવૃત યુદ્ધ જહાજ INS ખૂખરી P 49 ને નિહારવા પર્યટકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું જેથી સામાન્ય વ્યક્તિ પણ યુદ્ધ જહાજ પર ફરી અને યુદ્ધ જહાજ ની માહિતી જાણી શકે, આ જહાજ ની સંભાળ માટે નૌસેનિક મરીન સર્વિસ, જામનગર ને સોપવામાં આવેલ છે.

આ સર્વિસ માં નિવૃત ભારતીય નૌસેના ના જવાનો કામ કરતા હોય છે જ્યાં લોકોને જહાજ નિહારવા માટે નો સમય સવારે 8 થી 1 અને બપોરે 2 થી 7 વાગ્યા સુધી નો સમય રાખવામાં આવેલ છે અને ભાડુ રૂપિયા 100 એક વ્યક્તિ નું અને 15 વર્ષ થી નાના માટે ભાડુ રૂપિયા 50 લેખે વસુલવા આવે છે.

પરંતુ હાલ પર્યટકો ના વધારે પ્રવાહ થી સમય પહેલા 12:15 વાગ્યે ટીકીટ બારી બંધ કરી દેતા પર્યટકો હેરાન પરેશાન થઇ ગયા હતા લોકોમાં ભારે રોષ સાથે વ્યાપક ફરિયાદ ના આધારે દીવ પર્યટન અધિકારી હિતેન બામણીયા સ્થળ પર દોડી આવ્યા હતા અને સર્વિસ સ્ટાફ સાથે રક જક અને દલીલો બાદ મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...