દીવ નગરપાલિકા ના કુલ 13 વોર્ડ છે જેમાંથી ગત ચૂંટણી માં કોંગ્રેસ ને 10 વોર્ડ માં ભારી બહુમતી થી વિજય મળેલ અને નગરપાલિકા માં કોંગ્રેસ શાસન રહેલ ત્યારે નગરપાલિકા ની ચૂંટણી ને લઈને દીવ માં ભાજપા ની તૈયારીઓ શરૂ કર્યાના ભાગ રૂપે સંઘ પ્રદેશ દીવ, દમણ ભાજપ ના પ્રદેશ પ્રભારી વિજ્યા રાહટકર, પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, પ્રદેશ ઉપપ્રમુખ કીર્તિ વાજા, જનરલ સેક્રેટરી જીગ્નેશ પટેલ, તેમજ દીવ જિલ્લા પ્રમુખ બિપીન શાહ ની ઉપસ્થિત માં વર્તમાન દીવ નગરપાલિકા ના કુલ સાત સભ્યો એ કોંગ્રેસ નો સાથે છોડી ભાજપ માં જોડાયા હતા
અને ભાજપ પક્ષ ના આગેવાનો એ ભગવો ખેસ પહેરાવી પક્ષ સાથે જોડાવા આભાર માન્યો હતો.કોંગ્રેસ છોડી ને ભાજપ સાથે જોડાયેલ સભ્યો માં ભાવના પ્રદીપ દૂધમલ -વોર્ડ 3, નિકિતા દેવાંગ -વોર્ડ 5, હરેશ પાંચા કાપડિયા -વોર્ડ 8, ભાગ્યવંતી ચુનીલાલ સોલંકી -વોર્ડ 9, રવિન્દ્ર દેવજી સોલંકી -વોર્ડ 10, રંજનબેન રાજુ -વોર્ડ 11, દિનેશ સાકર કાપડિયા -વોર્ડ 13આ પ્રસંગે ભાવ્યેશ રામજી ચૌહાણ અને મોહન લક્ષમણ ને મહામંત્રી તરીકે ની જવાબદારી સોંપેલ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.