કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું કે કોંગ્રેસના જમાનામાં દેશમાં દેશી કટ્ટા બનતા હતા. જ્યારે સેના માટેના શસ્ત્રો વિદેશથી આવતા હતા. પણ નરેન્દ્રભાઇની સરકારે હવે સૈન્ય માટે તોપના ગોળા બનાવવાનું કામ કર્યું છે. અમિત શાહ દિવના પ્રવાસે હતા. તેમણે કહ્યું કે અચ્છે દિન આ ગયે, ઔર ભી આને વાલે હૈં. રાહુલબાબા નરેન્દ્રભાઇની ટીકા કરતા હતા, પણ તમારી 4 પેઢીના શાસનમાં ગરીબોને શૌચાલય આપવાનું કામ કર્યું હોત તો એ કામ અમારા નસીબમાં ન આવ્યું હોત.
કોંગ્રેસે ગરીબી હટાવવાના નામે ગરીબોને હટાવવાનું કામ કર્યું. સંઘ પ્રદેશનો વિકાસ જોઇ હું આશ્ચર્યચક્તિ છું. અચ્છે દિન તો આ ગયે હૈ, ઔર ભી અચ્છે આનેવાલે હૈ. એમ કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે આજે દિવ ખાતે યોજાયેલી પોતાની જાહેરસભામાં જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ નાનકડા સંઘ પ્રદેશની અંદર વિકાસની શરૂઆત અને આયોજનબદ્ધ વિકાસ માટે પરિણામ લાવવા બહુ અઘરા હતા.
ખુકરી સ્મારકનું ઉદધાટન
અમીત શાહે યુદ્ધ જહાજ INS ખુકરી મેમોરીયલ મ્યુઝિયમનું ઉદધાટન કરતાં કહ્યું કે એ ભારતની સુરક્ષા માટે બલિદાન આપનારા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટેનું PM નરેન્દ્રભાઇનું સપનું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.