નિમણુક:દિવ નજીકનાં ઘોઘલામાં ખારવા સમાજના પટેલ, કોટવાલ નિમણૂંક

દીવ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

દીવનાં ઘોઘલા ગામે ધુળેટીનાં દિવસે વર્ષોથી ચાલી રહેલ પરંપરા પ્રમાણે ઘોઘલા ખારવા સમાજનાં પટેલ અને કોટવાલની એક વર્ષ માટે નિમણુક કરાઈ છે. ઘોઘલામાં કુલ સાત ચોરા આવેલ છે અને દર વર્ષે ધુળેટીનાં દિવસે ક્રમ પ્રમાણે એક ચોરામાંથી સમાજના આગેવાનો દ્વારા પટેલ અને કોટવાલની નિમણુક કરાઈ છે.

જે મુજબ આ વર્ષે મીઠાબાવાના ચોરામાંથી સમાજના પટેલ તરીકે શશીકાન્ત હડમત બારિયા અને કોટવાલ તરીકે રમેશ કાળાની નિયુકતી કરાઈ હતી. સમાજના આગેવાનોએ તેઓને ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવી ખારવા સમાજની વર્ષોની પરંપરા પ્રમાણે ધુળેટી પછી આવતા પ્રથમ સોમવારે મઢી ઉત્સવની ઉજવણી કરાય છે. જેમાં નવા પટેલની આગેવાનીમાં શિવ પાર્વતીની પાલખી યાત્રા નિકળે છે. ત્યારે ઘોઘલા ગામે સોમવારે મઢી ઉત્સવ ઉજવવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યુ છે. તસ્વીર. જીતુ દિવેચા

અન્ય સમાચારો પણ છે...