તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:બારેજામાં 4 પોઝિટિવ સાથે જિલ્લાનો આંક 126 પર પહોંચ્યો, 4નાં મોત થયાં

બારેજા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બારેજા પાલિકા વિસ્તારમાં આરોગ્ય તંત્રના ધામા, ગામને સેનેટાઇઝ કરાયું

રેડ ઝોનમાં મુકાયેલા જિલ્લાના બારેજા નગરપાલિકામાં વધુ ચાર કેસ પોઝિટિવ આવતા આરોગ્ય અને વહીવટી તંત્રની ચિંતા વધી છે. બારેજામાં અત્યાર સુધી કુલ કેસની સંખ્યા અગાઉના 6 તેમજ ગુરુવારે 4 સાથે 10 પર પહોંચી છે. જેમાંથી જાણકારી મુજબ  6ને ડિસ્ચાર્જ કરાયા છે. ત્રણ હોમ ક્વોરોન્ટાઇન તેમજ એક કેસ હોસ્પિટલમાં છે. અમદાવાદ જિલ્લામાં ગુરુવારે વધુ ચાર પોઝીટીવ કેસ નોંધાયા હતા. ચારે ચાર કેસ દસક્રોઈ તાલુકાના બારેજા નગરપાલિકાના બહુચર માતાના ટેકરા ફળીના છે. જેમાં આધેડ એક મહિલા એક પુરુષ, તો બાકીના એક એક યુવક યુવતીનો સમાવેશ થાય છે. ચારેય કેસમાં અગાઉના પરિવારિક કેસનું સક્રમણ લાગ્યું હતું. જોકે તાજા ચારમાંથી ત્રણને હોમ ક્વોરોન્ટાઇન કરાયા છે અને એક હોસ્પિટલમાં છે. અગાઉ ચાર દિવસ પૂર્વે એક પુરુષના પોઝીટીવ કેસ બાદ શંકાસ્પદના ટેસ્ટ લેવાયા હતા. તેમાંથી ચાર જણના કેસ પોઝીટીવ આવતા તેઓને 108 મારફતે સિવિલ કોવિડ હોસ્પિટલ લઈ જવાય હતા. જ્યાં તેઓના એક્સરે લેવામાં આવ્યા હતા. તે દરમિયાન ત્રણ કેસમાં ખાસ કોઈ  કોરોના લક્ષણો જોવા મળ્યા ન હોવાથી તેઓને ડિસ્ચાર્જ કરાયા હતા અને ત્રણ કેસના દર્દીઓને હોમ કવીરેન્ટાઇન કરાયા હતા. જોકે આજે ડીડીઓએ જાહેર કરેલી યાદીમાં તેઓનો સમાવેશ પોઝીટીવ કેસમાં જ કરાયો છે. સામાન્ય રીતે યાદીમાં ગ્રીન કલર ડિસ્ચાર્જ બતાવાતો હોય છે. પરંતુ જાહેર કરેલ યાદીમાં તેઓને ગ્રીન કલરમાં મુકાયા નથી.આમ સરકારી યાદી મુજબ તેઓ ડિસ્ચાર્જ બતાવાય નથી. કદાચ 14 દિવસના હોમ કવીરેન્ટાઇન બાદ ડિસ્ચાર્જ બતાવી શકે છે. અમદાવાદ જિલ્લામાં ગુરુવારે દસક્રોઈ બારેજામાં કોરોના પોઝીટીવના વધુ ચાર કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા 126 પર પહોંચી છે.જેમાં દસક્રોઈ મા 53,સાણંદ 9,બાવળા 5,વિરમગામ 3, ધોળકા 52,માંડલ  1, ધંધુકામાં 4 કેસનો સમાવેશ થાય છે.
ધોળકા તાલુકામાં  વધુ 1ને કોરોના પોઝિટિવ
ધોળકા હેલ્થ ઓફિસર મુનીરાબેન નાં જણાવ્યાં મુજબ ધોળકા તાલુકામાં ગુરુવારે એક કેસ કોરોના પોઝિટિવ આવ્યો  હતો. ધોળકામાં આવેલા ખારીકુઈ પાસે સોનીવાડ વિસ્તારમાં ગુરુવારે એક વ્યક્તિને ચેક કરતાં તેઓને કોરોના લક્ષણ દેખાતા  તેમનો રિપોર્ટ કઢવાંમાં આવ્યો હતો. તેમાં તેઓને કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો. વ્યક્તિને કોરોના વાયરસ પોઝીટીવ આવતાં વિસ્તાર માં દોડધામ મચી જવા પામી હતી. આ વિસ્તાર સંપૂર્ણ સીલ કરી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો