તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તે પરપ્રાંતીય ગર્ભવતી મહિલા અને પીઆઇ જાડેજાને ક્યાં ખબર હતી કે મહિલા ચાર દિવસ બાદ સંતાનને જન્મ આપવાની છે. એ મહિલાની પ્રસુતિ માર્ગમાં ન થાય પરંતુ હોસ્પિટલમાં સેવાભાવી સંસ્થા દ્વારા થાય તે માટે ભગવાને ખાખી વર્દીમાં પીઆઇને દેવદૂત બની મોકલી આપી લોકડાઉન તોડી માર્ગ ઉપર ચાલી નીકળેલી મહિલાને રોકી પુછપરછ કરી ત્યારે સઘળી હકિકત સામે આવી હતી. લોકડાઉનમાં ગુજરાત છોડી વતન પરત જતા પરપ્રાંતિયોની એકલ દોકલ છત્રાલથી નીકળેલી શ્રમિકોની ટુકડી દસક્રોઈના કઠવાડા રિંગરોડ દાસ્તાન સર્કલ તરફથી ઓઢવ સર્કલ તરફ આગળ વધતી હતી. ઓઢવ પોલીસ સ્ટેશનના પી.આઈ.રવિરાજસિંહ .જી. જાડેજાએ પોતાની ફરજના ભાગરૂપે શ્રમિકોની એક ટુકડીને ઉભી રાખી પુછપરછ કરતા યુપીની એક ગર્ભવતી પરપ્રાંતીય મહિલા પૂનમબેન રાજાબાબુ ઠાકુર ચોધાર આંસુએ કહ્યું સાહેબ મને જવાદો હું ગર્ભવતી છું, કેટલા મહિનાનો ગર્ભ છે અને ક્યારે સંતાનને જન્મ આપુ એ હું જાણતી નથી. અગાઉ ચાર સંતાનો અધૂરા મહિને મૃત્યુ પામેલા છે. મારે આ સંતાનને બચાવવું છે. મને વતન જવા દો. પી.આઇ. જાડેજાનું હૃદય પીગળી ગયું. મહિલાને વતન જવા ના દીધી પરંતુ બાજુ ઉપર બેસાડી ચા નાસ્તો કરાવ્યો બાદમાં અમદાવાદની સેવાભાવી સંસ્થા સાબર સેવા ટ્રસ્ટના મયુરભાઈને કોલ કર્યો હતો. તેઓ તુરંત ત્યાં તેઓની ટીમ સાથે દોડી આવ્યા અને તેઓ ગર્ભવતી મહિલાને પોતાના ત્યાં લઈ ગયા હતા. મહિલાને પોતાની પાસે લઈ ગયાના બે દિવસમાં મહિલાને પ્રસુતાની પીડા ઉપડી. સેવાભાવી સંસ્થા દ્વારા મહિલાને ઓઢવના પ્રાથમિક કેન્દ્રમાં દાખલ કરાઇ અને બાળકને જન્મ આપ્યો હતો.મહિલાની ખુશીનો પારના રહ્યો કારણ અગાઉ ચાર ચાર ડિલિવરી દરમિયાન એક પણ બાળક જીવંત રહ્યું ન હતું.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.