તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:મમ્મા તું બહાર આવ મારે તને અડવું છે, તું કોરોના વગરની ક્યારે થઈશ, તું મને તેડને

દસ્ક્રોઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બારેજાની આરોગ્ય કર્મીને માતૃદિવસે હોમ ક્વોરેન્ટાઇન કરી

માતૃદિવસે કઈ માતાને પોતાના દીકરા-દીકરીને ચુંબન કરી વાત્સલ્ય વરસાવવાનું મન  ન થાય. તસ્વીરમાં ત્રણ વર્ષની બાળકી  હોમ ક્વોરેન્ટાઇન કરેલી નર્સ માતાને કહે છે  મમ્મા તું બહાર આવ મારે તને અડવું છે, તું કોરોના વગરની ક્યારે થઈશ, તું મને તેડી લે  ત્રણ વર્ષની બાળકી અજાણ છે કે માને કોરોના નથી થયો. મમ્મી તો કોરોના વોરિયર્સ બની કોરોના પીડિતોની સેવા કરી રહી છે. આથી હોમ ક્વોરેન્ટાઇન કરાઈ છે. બારેજા પંચશીલ સોસાયટીમાં રહેતી ત્રણ વર્ષની માસૂમ બાળકી  દ્રતીને ખબર નથી કે પોતાની માતા નિકી ભૂમિતભાઈ પટેલ અમદાવાદ સિવિલમાં નર્સ અને કોરોના વોરિયર્સ છે. સતત 7 દિવસ કોરોના પીડિતની સેવા કરી ત્રણ દિવસ પૂર્વેજ ઘેર પરત આવી છે અને પરિવારને  સુરક્ષિત રાખવા સામાજીક અંતર રાખી હોમ કવીરેન્ટાઇન કરાઈ છે. માતૃદિવસે બાળકી કહી રહી છે માં તું બહાર આવ મારે તને અડવું છે. તું કોરોના વગરની ક્યારે થઈશ,તું મને તેડી લે. યુવા નર્સ છેલ્લા 50 દિવસથી પોતાની દિકરીથી દૂર જ રહે છે. બાળકીને જમાડવુ, સ્નાન કરાવવું, કપડાં પહેરાવવા સહિતની ફરજ પિતા અને સાસુ બજાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો