તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દસક્રોઈ ના ભાતમાં રવિવારે કોઈ પોઝીટીવ કેસ નોંધાયો નથી. ત્યા તંત્રે થોડો હાશકારો લીધો હતો. પરંતુ દસક્રોઈના ચવલજ મનજીપૂરામાં બે કેસ તેમજ બોપલ નગરપાલિકામાં એક કેસ પોઝીટીવ મળી આવતા આરોગ્ય વિભાગ સફાળું ચવલજ મનજીપૂરામાં દોડી આવ્યું હતું અને સમગ્ર ગામમાં સેનેટાઇઝ કરાયું હતું. તો ગ્રામ યોધ્ધા કમીટી દ્વારા કણભા પોલીસની મદદથી લોકડાઉનનું ચુસ્ત પાલનનો અમલ કરાવવામાં આવ્યો છે. દસક્રોઈ ના ચવલજ મંજીપૂરા મા બે યુવાઓના રીપોર્ટ પોઝીટીવ મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. આરોગ્ય અને પોલીસના ધસી આવી ગામને કોર્ડન કરી સેનેટાઇઝ કર્યું હતું.બે યુવાઓમાં 33 વર્ષીય, તેમજ 22 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે. બને કેસ પોઝીટીવ મળી આવતા તેઓના સંપર્કમાં આવેલ રહીશોને 14 દિવસ હોમ આઇસોલેશન કરી દેવાયા છે. આરોગ્ય ટીમ દ્વારા સેનેટાઇઝ સાથે હોમ આઇસોલેશન ઉપર સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. મનજીપૂરા ના બે યુવાઓ અમદાવાદ રાસ્કા વોટર પ્રોજેક્ટના કર્મી હતા. અહીં ઉલ્લેખનીય છે કે જાસપુર,રાસ્કા, દુધેશ્વર, કોતરપુર વોટર સ્ટેશનમાંથી 493 સેમ્પલ લેવાય હતા જેમાં 27 કર્મીઓના પોઝીટીવ રીપોર્ટ આવેલા જેમાં મનજીપૂરાના બે કર્મીઓનો સમાવેશ થાય છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.