તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:દાંતાના ઘરેડા ગામમાં પત્ની નહીં ગમતાં બંને હાથ બાંધી ગળે ટૂંપો આપી પતિએ હત્યા કરી

દાંતા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મૃતકના પિતાએ તેના પતિ સામે હત્યાનો ગુનો નોંધવતાં પોલીસે તપાસ હાથ ધરી

દાંતાના ઘરેડા ગામની આદિવાસી મહિલા ગમીબેનના લગ્ન રાજસ્થાનના વાલાભાઇ સાથે થયા હતા. વાલાભાઇ ગમીબેનને ગમાડતો ન હોઇ બીજા લગ્ન કરવાની વાતો કરતો હતો. ત્યારે બે-ત્રણ દિવસ અગાઉ દાંતા તાલુકાના ઘરેડાની સીમમાં ગમીબેનના બન્ને હાથ બાંધી રૂમાલથી ગળે ટૂંપો આપી હત્યા કરી દિધી હતી. જેની જાણ ગમીબેનના પિતાને થતાં તેમને દાંતા પોલીસ મથકે જમાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દાંતાથી નજીક આવેલા ઘરેડા ખાતે રહેતા ખીમાભાઈ લુંબાભાઈ ડુંગાઇચાની પુત્રી ગમીબેનના લગ્ન વાલાભાઈ શકરાભાઇ ખરાડી (રહે.કવલ,તા.જાડોલ, જી.ઉદેપુર-રાજસ્થાન) સાથે થયા હતા. ત્યારબાદવાલાભાઇ  પત્ની ગમીબેનને ગમાડતો નહતો અને બીજા લગ્ન કરવાની વાત કરતો હતો. આ અંગે ખીમાભાઇ ડુંગાઇચાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબલોકડાઉન હોઇ દિકરી ગમીબેન અને જમાઇ વાલાભાઇ મારા ઘરે આવેલા હતા. ત્યારે હુંઅંબાજી હોસ્પિટલ ગયો હતો અને  બીજા દિવસે પરત આવી ઘરે જોયું તો પુત્રી ગમીઅને જમાઇ હાજર નહતા. આથી મેં મારી પત્ની મનુબેનને પૂછતા તેમને જણાવ્યું કે તેવો વિરમવેરી ગયા છે પણ અહી તપાસ કરતા કોઇ હાજર ન હોવાથી તેઓ ઘરેડાથી વિરમવેરી માર્ગ પર બપોરે 3 વાગે તપાસ કરવા નીકળ્યા બાદ જોયું તો મોટા દિતા ડુંગર પર ખાખરાના ઝાડ નીચે મારી પુત્રીનો મૃતદેહ પડ્યો હતો. જેના હાથ બાંધેલા હતા અને તેને ગળે ટુંપો આપી મારી નાખેલ હતી.જેથી દાંતા પોલીસ સ્ટેશનમાં જમાઇ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. ઘટનાની જાણ થતા દાંતા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી લાશને પીએમ માટે મોકલી આપી હતી અને આરોપી જમાઇ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ દાંતા પીએસઆઈ દિલીપકુમાર કે.બ્રહ્મભટ્ટ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો