ડાંગ જિલ્લાના સાપુતારા હિલ સ્ટેશન હોવાથી ઉનાળુ વેકેશનમાં સહેલાણીઓ માટે પસંદગીનું સ્થળ તરીકે રહે છે. શુક્રવારે સાંજે સાપુતારા ખાતે સહેલગાહ માણવા ગયેલા સહેલાણીઓએ ભર ઉનાળે વરસાદની મઝા માણી હતી. સહેલાણીઓ મન મૂકી વરસાદી માહોલની મજા માણી રહ્યા હતા. વરસાદ પડતાં સહેલાણીઓએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી હતી.
હિલ સ્ટેશનની મજા માણવા સહેલાણીઓ સાપુતારા આવે છેડાંગ જિલ્લાની પર્વત માળા ખાતે સાપુતારા હિલ સ્ટેશન વર્ષમાં તમામ સીઝનમાં સહેલાણીઓથી છલકાતું હોય છે. ઉનાળાની સીઝનમાં હિલ સ્ટેશન હોવાથી સહેલાણીઓ ગરમીથી રાહત મેળવવા સાપુતારા ખાતે આવી પહોંચતા હોય છે. ગુજરાત અને મહારાષ્ટ્રથી ઘણા સહેલાણીઓ સાપુરતાના અલગ અલગ પોઇન્ટ ની મજા માણવા આવતા હોય છે.
સહેલાણીઓએ ગરમીમાં ઠંડકનો અહેસાસ કર્યોશુક્રવારે સાંજે સાપુતારા ખાતે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં સહેલાણીઓએ ભરઉનાળે અષાઢી મજા માણી હતી. સાપુતારા ગિરિમાળા ખાતે વરસાદ પડતાં સહેલાણીઓ ખુશીનો પાર જોવા મળતો ન હતો. સહેલાણીઓ મન મૂકી વરસાદમાં પલળ્યા હતા. સહેલાણીઓ ગરમીથી રાહત મેળવતા આનંદની લાગણી છલકાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.