ડાંગ જિલ્લાનાં વતની એવા આદિવાસી કવિ, લેખક અને સાહિત્યકાર ડો.જયંતિલાલ બી.બારીસને અક્ષરમૈત્રી સાહિત્ય વર્તુળ ગુજરાત રાજ્ય દ્વારા મહેસાણા ખાતે તેમણે રાષ્ટ્રીય શ્રેષ્ઠ કવિ તેમજ ગૌરવવંતા ગુજરાતી એવૉર્ડ આપી સન્માન કરવામાં આવ્યુ હતુ.
ગુજરાત રાજ્યનાં છેવાડે આવેલો ડાંગ જિલ્લો તેના કુદરતી સૌંદર્યને કારણે જાણીતો છે. ઘટાદાર જંગલો સાથે ઉડતા પંખીઓનો કલરવ અને ખળ ખળ વહેતી નદીઓ તથા ઝરણાઓ મનને આંનદ વિભોર બનાવી દે છે. ડાંગ નાનકડો જિલ્લો હોવા છતા ઘણા બધા ક્ષેત્રોમાં અલગ અલગ નામનાં ઉભી કરતા છુપા રત્ન ડાંગને ગૌરવ અપાવી રહ્યા છે. આજે સાહિત્ય પ્રેમી એવા યુવાન કવિ લેખક, પ્રોફેસર અને હાલ આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીમાં કાર્યરત અધ્યાપક ડૉ. જયંતિલાલ બી.બારીસ કવિ ડાંગનાં અંતરિયાળ વિસ્તાર રહે. કેશબંધ તા. સુબિરના વતની અને તેઓ ભારતીય સંસ્કૃતિ, હિન્દી સાહિત્ય અને ભાષાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રજ્વલિત કર્યા છે. તેમના આજ સુધી 10 પુસ્તકો અને 38 આલેખ પ્રકાશિત થયા છે.
આટલુ જ નહી પરંતુ તેમણે આંતરરાષ્ટ્રીય લેવલ પર પાંચ અને રાષ્ટ્રીય સ્તર પર છ એવૉર્ડ પ્રાપ્ત કર્યાં છે. તેમનું સાહિત્ય જગતમાં ખુબજ અઢળક યોગદાન હોવાને કારણે અને આ સાહિત્ય જગત અને લેખક કલમને ધ્યાનમાં લઈને અક્ષર મૈત્રી સાહિત્ય વર્તુળ ગુજરાત રાજ્ય દ્વારા ડો.જયંતિલાલ બી.બારીસને રાષ્ટ્રીય શ્રેષ્ઠ કવિ તેમજ ગૌરવવંતા ગુજરાતી એવૉર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતુ. લેખકની લેખન પ્રતિભાનું મૂલ્યાંકન કરી વિવિઘ ક્ષેત્રમાંથી સાહિત્ય વિશિષ્ટ પ્રતિભાઓ શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાહીત્ય ક્ષેત્રનાં વિશિષ્ટ પ્રતિભા ધની એવા અધ્યાપક ડૉ.જયંતિલાલ.બી.બારીસ , લેખક અને સાહિત્યકારની પ્રતિભા દર્શાવી હતી. તેમની આ જ્વલંત સિદ્ધિ મેળવવા બદલ ડાંગ જિલ્લાના વહીવટી તંત્રની શિક્ષણ જગત તેમજ સમગ્ર આદિવાસી સમાજ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.