કાર્યક્રમ:યંગ ઇન્ડિયા કે બોલ સિઝન-2 ફક્ત ભાષણ સ્પર્ધા નથી પણ જાગૃત યુવાનો માટેનો મંચ છે

આહવા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
યંગ ઇન્ડિયા કે બોલ સિઝન-2ના લોન્ચિંગ પ્રસંગે ઉપસ્થિત રહેલા યુવાનો. - Divya Bhaskar
યંગ ઇન્ડિયા કે બોલ સિઝન-2ના લોન્ચિંગ પ્રસંગે ઉપસ્થિત રહેલા યુવાનો.
  • ડાંગ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા યંગ ઇન્ડિયા કે બોલ સિઝન-2નું લોન્ચિંગ

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં યુવાઓમાં જાગૃતિનો અભાવ હોવાનાં પગલે ભવિષ્ય બનાવવા માટેની તકો મળતી નથી. જેથી ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશભાઈ પવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડાંગ જિલ્લામાં ખુબજ સારા યુવા વક્તાઓ છે પરંતુ તેમને આગળ વધવા માટે પ્લેટફોર્મ મળતુ નથી.

યંગ ઇન્ડિયા કે બોલ સિઝન-2 ફક્ત એક ભાષણ સ્પર્ધા નથી પરંતુ આ એક જાગૃત યુવાનો માટેનો મંચ છે. આ સમયમાં સરકાર લોકોને બોલાવાની સ્વતંત્રતા છીનવવાની કામ કરી રહી છે.આજ દેશમાં બેરોજગારી, ખરાબ અર્થવ્યવસ્થા અને ખાનગીકરણની નિષ્ફળતાઓ છૂપાવવાના પ્રયત્નો કરી રહી છે તેવામાં ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ તેમને ઉજાગર કરવા માટે નવા નવા યુવા વક્તા તૈયાર કરવાનું બીડુ ઝડપ્યું છે.

ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા શુક્રવારે યંગ ઈન્ડિયા કે બોલ સિઝન-2નું લોન્ચિંગ કરી એક યુવા પ્રતિભા શોધ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. આ પ્રતિભા શોધ અભિયાન થકી ગામડાઓમાં યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે અને આવનાર દિવસોમાં તેઓને રાષ્ટ્રીય કક્ષાએ બોલવા માટે તક પૂરી પાડવામાં આવશે.

આ કાર્યક્રમમાં ગુજરાત યુવક કોંગ્રેસના પ્રવક્તા અને દક્ષિણ ઝોન ઇનચાર્જ રોહન પાંડે, ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશભાઈ પવાર, આહવા તાલુકા યુવક પ્રમુખ શાલેમ પવાર, સુબીર તાલુકા યુવા પ્રમુખ દાનેલ બરડે તથા વિધાનસભા પ્રમુખો, સોશિયલ મીડિયા ઇનચાર્જ હેમંત પવાર અમિત ગાવિત, નિકોલસ સેન્ડે અને યુવા કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...