બેફામ કાર હંકારતા ડ્રાઈવરને બરાબરનો ઠપકાર્યો:ડાંગના ધવલીદોડ ગામે કારે મહિલાને અડફેડ લેતા મોત નિપજ્યું, ગ્રામજનોએ કાર ચાલકને માર માર્યો

ડાંગ (આહવા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાના આહવા સુબીર માર્ગ પર આવેલા ધવલીદોડ ગામે ઇકો કાર ચાલકે ગામની એક મહિલાને અડફટે લેતા મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે કાર ચાલકને ગ્રામજનોએ મેથીપાક ચખાડ્યો હતો.

મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત
પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ધાલિદોડ ગામે રહેતા 55 વર્ષીય બીબીબેન ગણપતભાઈ ગાંગોડા કે જેઓ આહવા સુબીર માર્ગ પર ધવલીદોડ ગામની હદમાં પગપાળા જઈ રહ્યા હતા. તે દરમિયાન ઇકો કાર નંબર (જી.જે. 15 સી. ડી.9566) ના ચાલક ઉમેશ શંકરભાઈ ભોયે (રહે. કોટબા તા. આહવા) એ બીબીબેનને અડફેટે લેતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. આ બનાવ બનતાં ઘટના સ્થળે ગ્રામજનો ભેગા થઈ જતાં કાર ચાલક ઉમેશ ભોયેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.

આ બનાવ અંગે આહવા પોલીસ મથકે મરનાર બીબીબેન ગાંગોડાના પુત્ર દેવુભાઈ ગાંગોડાએ તેમની માતાનું મોત નિપજવા બદલ ઉમેશ ભોયે વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...