• Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • With The Prime Minister's 'Gujarat Gaurav Abhiyan' Program .. Dang District Will Get More Than 379 Development Works Worth Rs 115 Crore.

સુવિધા:વડાપ્રધાનના ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમની સાથે.. ડાંગ જિલ્લાને અંદાજીત 115 કરોડના 379થી વધુ વિકાસ કામોની ભેટ મળશે

આહવા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર હંમેશા ડાંગ ઉપર હેત વરસાવી રહી છે.\nડાંગને વર્તમાન રાજય અને કેન્દ્ર સરકારે શ્રેણીબદ્ધ વિકાસ કામોની ભેટ ધરી રહી છે. આવનાર સમયે જ્યારે દેશ આઝાદીનો સ્વર્ણિમ ઉત્સવ ઉજવશે ત્યારે એટલે કે સને 2047 સુધીનુ સુચારૂ આયોજન કરીને, રાજ્ય અને દેશની સાથે ડાંગને પણ વિકાસના નવા મુકામ ઉપર પહોંચાડવાનો રોડ મેપ તૈયાર કર્યો છે. આગામી 10મી જુને પણ વિકાસના આ મુકુટમા નવા મયુરપંખો ઉમેરાવા જઈ રહ્યા છે.

ડાંગ જિલ્લાને અડીને આવેલા નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ મુકામે ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમમાં 10મીએ પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ડાંગ જિલ્લાને પણ કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ મળનાર છે. વડાપ્રધાનની દક્ષિણ ગુજરાતની મુલાકાત સાથે ડાંગ જિલ્લાને અંદાજીત 115 કરોડના 379થી વધુ વિકાસ કામોની ભેટ મળનાર છે.

જે પૈકી આહવામાં રૂ. 1242 લાખના ખર્ચે તૈયાર થયેલા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના મકાનનુ લોકાર્પણ કરવા સાથે 1269.69 લાખના ખર્ચે તૈયાર થયેલા ‘પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના પીપલાઈદેવી –જુન્નેર-ચિંચવિહીર-પીપલદહાડ રોડની પણ ડાંગની પ્રજાને ભેટ મળનાર છે.

આ સાથે આહવામાં 2813.23 લાખના ખર્ચે તૈયાર થનારા જિલ્લા પંચાયત ભવન તથા વઘઈ-સાપુતારા આંતરરાજય ધોરીમાર્ગ પર વાહન વાહકોની સુરક્ષા માટે 1015.01 લાખના ખર્ચે ‘રોલર ક્રેશ બેરીયર’ રાખવાના કામનું ખાતમુહૂર્ત થનાર છે. આમ વડાપ્રધાનની દક્ષિણ ગુજરાતની મુલાકાતનો લાભ ડાંગના પ્રજાજાનોને પણ સૂપેરે મળી રહે તેનો રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ ખ્યાલ રખવામા આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...