ડાંગ જિલ્લામાં બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદનાં પગલે ડાંગ દરબારનાં મેળાનાં રંગમાં ભંગ પડ્યો સાથે વરસાદનાં પગલે મેળામાં ખેડૂતોનો શિયાળુ તૈયાર પાક પલળી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા મધ્ય અને દ. ગુજરાતનાં જિલ્લાઓ માં આગામી પાંચ દિવસ દમિયાન કમોસમી વરસાદ પડવાની આગાહી કરી હતી.
જેને લઈને ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા સહીતનાં ગામડાઓમાં શનિવારે મોડી સાંજે તેમજ રવિવારે મધ્યમ સ્વરૂપેનો કમોસમી વરસાદ તૂટી પડતા સમગ્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી. ડાંગનાં ડાંગ જિલ્લાનાં ગામડા ઓમાં કમોસમી વરસાદ નાં પગલે ખેડૂતોનાં શાકભાજી શિયાળાનો તૈયાર પાક વટાણા, મસુર સહીત આંબાનાં ફળને જંગી નુકસાન થયાની ભીતિ વર્તાઈ હતી. કમોસમી વરસાદનાં પગલે આહવા સહીત ગામડાઓનાં માર્ગો પાણીથી તરબતર થતા ચોમાસાની ઋતુ જેવો માહોલ જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.