લમ્પી રોગ મુદ્દે જનજાગૃતિ અભિયાન:ડાંગના પશુપાલકોમાં 'લમ્પી સ્કીન રોગ' અંગે વ્યાપક માહિતી અપાઈ; જિલ્લામાં આજની તારીખે લમ્પ નો એક પણ કેસ નથી

ડાંગ (આહવા)11 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લાના મદદનીશ પશુપાલન નિયામક શ્રી હર્ષદ ઠાકરે તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાષ્ટ્ર રાજયની સરહદે આવેલા ડાંગ જિલ્લામા આજની તારીખે સદનસીબે 'લમ્પી સ્કીન રોગ' નો એક પણ કેસ નથી. તેમ છતા આ રોગ બાબતે અહીંના પશુપાલકોમા જાગૃતિ કેળવી શકાય તે માટે, ઘનિષ્ઠ પ્રચાર ઝુંબેશ હાથ ધરવામા આવી છે. જેના ભાગરૂપે સાવચેતી, એ જ સલામતીના સંદેશ સાથે જિલ્લામા બે હજારથી વધુ પેમ્ફલેટ્સનુ વિતરણ કરવામાં આવ્યુ છે. જેમા સમયસર સારવાર, અને રસીકરણથી રોગને અટકાવી શકાય છે તેવો સંદેશ આપવામા આવી રહ્યો છે.

પશુપાલકોને તકેદારી રાખવા કહેવામાં આવ્યું
વાઈરસથી થતો આ રોગ મચ્છર, માખી, જૂ, ઈતરડી વિગેરે દ્વારા, તથા સીધો સંપર્ક, દુષિત ખોરાક, અને પાણીથી ફેલાઈ છે. જેની ન જાણકારી આપવામાં આવી રહી છે. રાજયમા ગાય-ભેંસ વર્ગમા ગાંઠદાર ત્વચા રોગ (લમ્પી સ્કીન રોગ) બાબતે પશુપાલકોને આ રોગથી ગભરાવાના બદલે, તકેદારી રાખવાથી અને સ્થાનિક પશુચિકિત્સા અધિકારીના સુચના અને માર્ગદર્શન અનુસાર, બિમાર પશુને સારવાર કરાવીને અલગ રાખવાથી અને બિમાર પશુ સાથે રહેલા પશુઓનુ ઘનિષ્ઠ રસીકરણ કરવાથી આ રોગ સંપુર્ણ પણે નિયંત્રિત થઈ જાય છે. તેવી સમજ અપાઈ રહી છે.

લમ્પી સ્કીન રોગના લક્ષણો

  • સામાન્ય તાવ,
  • આંખ–નાકમાંથી પ્રવાહી આવે,
  • મોઢામાંથી લાળ પડે,
  • આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા પડે,
  • દુધ ઉત્પાદન ઘટે,
  • ખાવાનુ બંધ કરે કે ખાવામા તકલીફ પડે,
  • ગાભણ પશુ તરવાઈ જાય અને કયારેક મૃત્યુ પણ પામે છે.

વહીવટી તંત્રની અપીલ
ડાંગ જિલ્લામા પશુઓમા રોગના ચિન્હો દેખાયેથી તુરંત નજીકના સરકારી પશુ દવાખાના અથવા સેજાના હેલ્પ લાઈન નંબર : ૧૯૬૨ ઉપર પર સંપર્ક સાધવાની અપીલ કરાઈ છે. ડાંગ જિલ્લાનુ પશુધન મદદનીશ પશુપાલન નિયામક શ્રી હર્ષદ ઠાકરેના જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લામા 74 હજાર ગાય વર્ગનુ પશુધન, 24 હજાર ભેંસ વર્ગનુ પશુધન તથા અન્ય મળી કુલ 98 હજાર 136 પશુધન નોંધાયુ છે.

પશુ દવાખાના
જિલ્લાના બોરખેત, નાનાપાડા, ઝાવડા, કાલીબેલ, જામાલા, અને નકટયાહનવત મળી કુલ છ જેટલા પશુ દવાખાના ઉપરાંત (1962) કાર્યરત છે. આ પશુ દવાખાનાના માધ્યમથી, પશુપાલકોને વિવિધ સેવા પૂરી પાડવામા આવી રહી છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...