આપઘાત:પિતાએ સાસરીમાં જવાનું કહેતા પરિણીતાએ ફાંસો ખાધો

આહવા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગોંડલવિહીર ગામમાં બનેલી ઘટના

ડાંગનાં આહવા તાલુકાના ગોંડલવિહીર ગામની પરિણિતાને પિતાએ સાસરીમાં જવાનું કહેતા તેણીની ફાંસો ખાધેલી હાલતમાં જગલમાંથી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. અચાનક પરિણીતાએ ભરેલા પગલાંથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે પતિના પરિવાર અને આજુબાજુ રહેતા લોકોના નિવેદન લઇ આગળની તપાસ હાથ ધરી છે.

ડાંગનાં આહવા તાલુકાના પાંડવા ગામની સીમાબેનનાં લગ્ન ગોંડલવિહીર ગામે રહેતા યોગેશભાઈ ગાંગુર્ડે સાથે થયા હતા. સીમાબેન ગાંગુર્ડે છેલ્લા દોઢેક વર્ષથી સાસરી છોડીને પિતાનાં ઘરે રહેતી હતી. પિતાએ દીકરી સીમાને પતિના ઘરે જવાનું જણાવ્યું હતું પરંતુ સીમાબેન ગાંગુર્ડેએ સાસરીમાં જવાની ના પાડી હતી.

સીમાબેને પિતા દ્વારા પતિનાં ઘરે જવાનું જણાવતા તેણીએ ગોંડલવિહિર ગામે પોસલુભાઈ કામડીનાં જમીનમાં આવેલા વૃક્ષ સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. આ બનાવની જાણ આહવા પોલીસને થતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મૃતક મહિલાની લાશનો કબ્જો મેળવી તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...