કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે:WASMOના કર્મચારીઓએ વિવિધ માગોને લઈને આવેદનપત્ર પાઠવ્યું; આગામી સમયમાં CL પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી

ડાંગ (આહવા)20 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં વિવિધ કર્મચારી મંડળો દ્વારા પોતાની માંગણીઓને લઈને આંદોલનો, હડતાળ અને આવેદનનો દોર ચાલી રહ્યો છે. ત્યારે હવે WASMO કર્મચારી કલ્યાણ સંઘટન દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને ધારાસભ્ય અને પંચાયતના પ્રમુખને આવેદન આપીને માગ સંતોષાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

WASMO કર્મચારીઓનું કેહવુ હતું કે, વર્ષ 2002થી માન.પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ WASMOની શરૂઆત કરવામાં આવી છે. અને " સર્વનો સાથ, સર્વનો વિકાસ" મંત્ર સાથે WASMO દ્વારા દરેક ગ્રામ્ય સ્તરે પીવાના પાણીની યોજનાઓની કામગીરી શરૂ કરેલ છે. WASMO કામગીરીના અમલીકરણ માટે સરકાર દ્વારા કરાર આધારિત કર્મચારીઓની પણ નિમણૂંક કરવામાં આવી હતી. વર્ષ 2002થી ચાલતી આ કામગીરી માટે 3-3 વર્ષના કરાર બાદ 1 દિવસનો બ્રેક આપી 11 મહિનાના કરાર કરાવીને આ કામગીરી કરાવવામાં આવી રહી છે. અને આટલા વર્ષો થવા છતાં ફિક્સ પગાર મળતો હોવા છતાયં હાલ કરાર આધારિત કર્મચારીઓ તરીકે જ છીએ.

WASMOની શરૂઆતમાં "વાસ્મો સર્વિસ રુલ્સ - 2002" મંજૂર કરવામાં આવ્યું છે. જેનો લાભ મેળવવા માટે WASMO કર્મચારીઓ દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ હકારાત્મક જવાબ મળ્યો નથી.જેને કારણે આજે વિવિધ માંગણીઓમે લઈને ધારાસભ્ય અને પંચાયતના પ્રમુખને આવેદન આપવા પહોંચ્યા હતાં. વધુમાં તેઓ દ્વારા જણાવાયું હતું કે જો 7- દિવસમાં કોઈ હકારાત્મક નિર્ણય નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે સોશિયલ મીડિયા અને મીડિયાને લઈને આગામી 12/09/2022થી માસ CL પર જવાની ચીમકી આપી હતી.

કર્મચારીઓની માંગણીઓ

1) "વાસ્મો સર્વિસ રુલ્સ 2002"નું પાલન કરવામાં આવે. અને તમામ કર્મચારીઓને તે મુજબ શરૂઆતથી લાભો આપવામાં આવે.

2) "સમાન કામ સમાન વેતન" મુજબ લાભો આપવામાં આવે.

3) પીવાના પાણીની યોજનાઓ સતત ચાલતી હોવાથી અમને નિયમિત કર્મચારી ગણીને તે મુજબના લાભો આપવામાં આવે.

4) દરેક કર્મચારીઓને P.F.નો લાભ શરૂઆતથી આપવામા આવે.

5) મળવા પાત્ર ગ્રેજ્યુએટી શરૂઆતથી મળે.

6) પ્રવર્તમાન ધોરણો મુજબના પ્રવાસ ભથ્થુ અને ચાર્જ એલાઉન્સની ચૂકવણી કરવામાં આવે.

7) દર ત્રણ વર્ષે પોસ્ટ અપગ્રેડેશન થાય.

8) સર્વિસ રુલ્સને ધ્યાનમાં લઇ પોસ્ટ પ્રમાણે પગાર નક્કી કરવામાં આવે. અને શરૂઆતથી તેનો લાભ આપવામાં આવે.

9) WASMOના કર્મચારીઓ ટૂંકા અને ફિક્સ વેતનથી કામ કરતા હોવાથી પોતાના મૂળ વતનના જિલ્લામાં બદલી કરી આપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...