'રોડ નહિં તો વોટ નહીં':ડાંગના ગીરા દાબદરના ગ્રામજનો બિસ્માર રસ્તાથી પરેશાન, ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

ડાંગ (આહવા)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લામાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તંત્રને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ડાંગ જિલ્લામાં અનેક સમસ્યાઓને કારણે લોકો રોષે ભરાયા છે. ત્યારે વઘઈ તાલુકાના ગીરા દાબદરના ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારતાં તંત્રમાં ફફડાટ ફેલાયો છે. પ્રાથમિક સુવિધાના અભાવે વઘઇ તાલુકાના ગીરા દાબદર સહિત આજુબાજુના ગામોના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરી 'રોડ નહીં તો વોટ નહીં'ની ચીમકી ઉચ્ચારી છે. બિસ્માર માર્ગને લઈને લોકો હાલાકીનો ભોગ બની રહ્યાં હોઈ નારાજ થયેલા લોકો દ્વારા મતદાનનો બહિષ્કાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. કુડકસ,દાબદર થઈ ચિકારને જોડતા માર્ગને લઈ આ વિરોધ નોંધાવાયો હતો.

વર્ષોથી આ માર્ગને લઈ રજૂઆત કરવા છતાં માર્ગ નહીં બનતા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા ડાંગ જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું. ગ્રામજનોનો આક્ષેપ પણ હતો કે નેતાઓ ચુંટણી આવે ત્યારે દેખાય છે. ચુંટણી પત્યા પછી મોઢું પણ બતાવતા નથી જેને લઇને ગ્રામજનોએ ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા ડાંગ વહીવટી તંત્ર દોડતું થયું હતું. જ્યારે તંત્રના અધિકારીઓ દ્વારા ગ્રામજનોને સમજાવાના પ્રયત્નો કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...