ડાંગ (S.T.) વિધાનસભા મતદાર મંડળની યોજાનારી ચૂંટણી સંદર્ભે વિવિધ કર્મચારી/અધિકારીઓને તેમની કામગીરી સંદર્ભે તાલીમ, માર્ગદર્શન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અપાઈ રહ્યા છે. ત્યારે આહવાની સરકારી માધ્યમિક શાળા ખાતે તાલીમ-નિદર્શન યોજવામાં આવ્યું હતું.
તાલીમાર્થીઓ અને નિષ્ણાંતોને માર્ગદર્શન
આહવાની સરકારી માધ્યમિક શાળા ખાતે ચૂંટણીમાં ફરજ નિભાવતાં કર્મચારીઓ માટે આયોજિત EVM અને VVPAT તાલીમ-નિદર્શન વર્ગની જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રૂબરૂ મુલાકાત લઈ કર્મચારી/અધિકારીઓ એવા તાલીમાર્થીઓને તથા નિષ્ણાંતોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.
45થી વધુ માસ્ટર્સ ટ્રેનર્સ દ્વારા તાલીમ
ચૂંટણીલક્ષી કામગીરી માટે સૌને પ્રોત્સાહિત કરતાં જિલ્લા ચૂંટણી અધિકારીએ તાલામાર્થીઓને સમગ્ર ચૂંટણીલક્ષી કામગીરી ક્ષતિ રહિત થાય તે માટે ટીપ્સ આપી હતી. ઉલ્લેખનિય છે કે, આહવા ખાતે કુલ 1600થી વધુ કર્મચારી તેમજ અધિકારીઓને 45થી વધુ માસ્ટર્સ ટ્રેનર્સ દ્વારા EVM અને VVPAT નિદર્શન અંગેની તાલીમ આપવામાં આવી હતી.
અધિકારીઓ જોડાયા
સરકારી માધ્યમિક શાળા- આહવા ખાતે યોજાયેલ આ તાલીમ વર્ગની કલેક્ટરની મુલાકાત વેળાએ તેમની સાથે નિવાસી અધિક કલેક્ટર પી.એ.ગાવિત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.ડી.ચૌધરી, તાલીમના નોડલ ઓફિસર સંજય ભગરીયા સહિતના અધિકારીઓ જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.