ડાંગના પ્રજાજનોમા રાષ્ટ્રભાવ:‘વંદે માતરમ’ ગીત આજે ડિજી.પ્લેટફોર્મ પર રિલીઝ, ​​​​​​​ડાંગની દીકરીઓએ અદાકારી કરી છે..

આહવા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગની દીકરીઓની અદાકારીને રૂપેરી પરદે રજૂ કરતું ‘વંદે માતરમ’ ગીત આજે 7મી ઓગસ્ટે રિલીઝ થઈ રહ્યુ છે. Spotify, Jiosaavn, Gaana, Youtube જેવા દેશના 40થી વધુ મોટા ડિજીટલ પ્લેટફોર્મ ઉપર દેશવ્યાપી રિલીઝ થઈ રહેલા ‘વંદે માતરમ’ ગીતનુ ફિલ્માંકન ગુજરાત સહિત રાજસ્થાન, કેરેલા, લેહ લદાખ, અને જમ્મુ કાશ્મીર જેવા ખુબસુરત પ્રદેશોમા કરાયુ છે.

હોંગકોંગ સ્થિત જયકિશન પટેલે ‘વંદે માતરમ’ ધૂનનુ નિર્માણ કરાવ્યું છે. જેમા ડાંગની નામાંકિત એક્ટ્રેસ મોનાલીસા પટેલે અભિનયના ઓજસ પાથર્યા છે. ડાંગની પહાડી ચીડિયા તરીકે ઓળખાતી 14 વર્ષીય સીમરન પટેલે ‘વંદે માતરમ’ ગીતનુ સ્વરાંકન કર્યું છે.ફિલ્મના માધ્યમથી લાખો યુવક યુવતીઓને પ્રોત્સાહિત કરતી ડાંગની આ બન્ને દીકરીઓ ‘વંદે માતરમ’ ગીત થકી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહેલા દેશ અને ખાસ કરીને ડાંગના પ્રજાજનોમા રાષ્ટ્રભાવના જગાવશે.

અન્ય સમાચારો પણ છે...