ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો:ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદી માહોલ; વરસાદ તૂટી પડતા સમગ્ર પંથકમાં પાણી-પાણી

ડાંગ (આહવા)18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે ફરી વરસાદી માહોલ સર્જાયો હતો. ત્યારે આજે ડાંગ દરબારના અંતિમ એટલે કે પાંચમા દિવસે ફરી સવારથી વાદળિયું વાતાવરણ થતાં વેપારીઓ, દરબારીઓ સહિત વહીવટી તંત્રમાં ચિંતા જોવા મળી હતી.

બપોરે વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં ડાંગ દરબારમાં આવેલા દરબારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. ત્યારે વરસાદને કારણે વેપારીઓમાં ઉદાસીનતા જોવા મળી હતી. જોકે સાંજના 5 વાગ્યે આસપાસ વરસાદ થંભી જતા ખાલીખમ થયેલા બજારમાં લોકો ફરી ઉમટી પડ્યા હતા. ડાંગ જિલ્લાના વઘઈ, આહવા, સુબીર સહિત સાપુતારામાં વાવાઝોડા સાથે હળવો વરસાદ થયો હતો. વરસાદના કારણે સાપુતારા અને ડાંગ સહિતનું વાતાવરણ આલ્હાદક બન્યું હતું. વાવાઝોડા સાથે વરસાદના કારણે સાવચેતીના પગલે પાવર સપ્લાય બંધ કરાયો હતો. સાથે સાથે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો હતો. કમોસમી વરસાદી માવઠાના કારણે ડાંગ જિલ્લામાં ડુંગળી, શાકભાજી અને કરી સહિતના પાકોને વ્યાપક નુકશાન જવા પામ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...