તપાસ:ડાંગનાં ભાંદા ગામ નજીક બાઈક અકસ્માતમાં બે યુવાનનું મોત, એક ગંભીર

આહવા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાનાં શામગહાનથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ભાંદા ગામ નજીક બે બાઈક સામસામે ભટકાતા ઘટનાસ્થળે બે યુવાનના મોત નિપજ્યાં હતા. જયારે એક ને ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

ડાંગ જિલ્લાનાં પાયરઘોડીથી શનિવારે લગ્નપ્રસંગે જઈ રહેલા યુવાનની બાઈક અને મહારાષ્ટ્રનાં વિસરવાડીનાં યુવાનોની બાઈક આહવાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ભાંદા ગામ નજીકનાં વળાંકમાં સામસામે ભટકાતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બન્ને બાઈકનો કચ્ચરધાણ વળી ગયો હતો. આ બનાવમાં બાઈક પર સવાર મુકેશભાઈ છગનભાઈ મોહિતે (ઉ.વ. 35, રહે. વિસરવાડી, મહારાષ્ટ્ર) તથા ચંદ્રકાન્તભાઈ સુરેશભાઈ ઘાગડે (ઉ.વ. 26 રહે.પાયરઘોડી ડાંગ)ને ગંભીર ઈજા પહોંચતા તેઓનું મોત નિપજ્યું હતું.

જ્યારે બઈક પર સવાર ત્રીજો યુવાન લકી અજય મોહિતેને ગંભીર ઈજા પહોંચતા પ્રથમ 108 એમ્બ્યુલન્સમાં આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યાં તેની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. હાલમાં આહવા પોલીસની ટીમે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...