કાર્યવાહી:સુબીર પંથકમાંથી મોબાઈલ ચોરી કરનારા બે ઝડપાયા

આહવા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુકાનદારને શંકા જતા પોલીસને જાણ કરી
  • મોબાઇલ રિકવર કરવા કાર્યવાહી શરૂ

ડાંગ જિલ્લાનાં સુબીર પોલીસની ટીમે મોબાઈલ તફડાવનાર બે જણાંની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે. ડાંગ જિલ્લાનાં સુબીર વિસ્તારમાં મોબાઈલની તસ્કરી કરતા બે યુવાનને પોલીસે ઝડપી પાડ્યાં હતા. ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં ગીરમાળના ઈસુબભાઈ વડાળી (ઉ.વ. 19) તથા રૂપેશભાઈ ગાવિત (ઉ.વ. 21)ને ગામડામાંથી મોબાઈલની ચોરી કરી મોબાઈલનો પાસવર્ડ તોડવા માટે સુબીરમાં મોબાઈલની દુકાનમાં ગયા હતા.

જેથી આ યુવાનો પર મોબાઈલની દુકાન માલિકને શંકા જતા સુબીર પોલીસ મથકે જાણ કરી હતી. જેથી સુબીરના પીએસઆઈ એસ.જી.વસાવાની ટીમે તુરંત જ સ્થળ પર પહોંચી આ બન્ને તસ્કરોને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતા તેઓ ગામોમાંથી મોબાઈલ તફડાવ્યાં હોવાનું કબલ્યું હતું. હાલમાં સુબીર પીએસઆઈ એસ.જી.વસાવાએ આ બન્ને તસ્કરોની અટક કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...