જૂથ અથણામણ:ડાંગમાં ડુક્કરોના ધંધાને લઈને બે જૂથ વચ્ચે મારામારી થઈ, સાપુતારા પોલીસ મથકે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી

ડાંગ (આહવા)19 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના ગિરિમથક સાપુતારા ખાતે ડુક્કરોના ધંધાને લઈને વિવાદ થતાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. સંજયભાઈ હીરાભાઈ ઠોમરે તેમના માલિકના ડુક્કર નંગ 40 લઈને વાંસદાથી પકડીને ગંદકી સાફ કરવા માટે સાપુતારા ખાતે છોડેલ હતા અને ડુક્કરોની ઓળખ થાય તે માટે તેમના બંને કાનમાં નિશાન પાડેલા હતા. ડુક્કરોને સાપુતારા છોડ્યા બાદ રોજ ડુક્કરની ચકાસણી કરવા માટે તેઓ આવતા હતા. પાંચ છ દિવસ બાદ છોડેલ ડુક્કરોમાંથી 5-6 ડુક્કરો જોવા મળ્યાં ન હતા. તેથી તેઓને તપાસ કરતા જાણવા મળેલ હતું કે, તેઓના ડુક્કર કોઈ અજાણ્યા માણસો પકડી જાય છે. તા 05/09/2022 ના રોજ સાપુતારા નોટીફાઇડ એરિયાના ચીફ ઓફિસર દ્વાર તેમને જણાવાયુ હતુ કે, તમારા ડુક્કરો સાપુતારા હોટલોમાં અને બગીચામાં નુકશાન કરતા હોઈ પકડી જવા જણાવ્યું હતું.

જેથી 07/09/2022 ના રોજ સંજયભાઈ તથા તેમના ભાઈ યુવરાજ ઠોમરે અને ભત્રીજા સાગર ઠોમરે અને અશ્વિન ઠોમરે સાથે વાંસદાથી રિક્ષા લઈ સાપુતારા ડુક્કરો પકડવા માટે આવ્યા હતા. ડુક્કરો પકડી શામગહાન પાસે ઇનોવા ગાડીમાં સવાર આઠ જેટલા વ્યકિતએ તેમને અપબ્દો બોલી મારામારી કરી હતી.

શામગહાનમાં બનેલ આ ઘટાનાની જાણ સાપુતારા PSIને થતાં તેમની ટીમ ઘટના સ્થળે પોંહચી ગઈ હતી. મામલો શાંત પાડ્યા બાદ ફરિયાદી સંજયભાઈ હીરાભાઈ ઠોમરેના આધારે ફરિયાદ નોંધી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...