ત્રિપલ અકસ્માત:ડાંગના વઘઇ સાપુતારા માર્ગનાં બારખાંદીયા પાસે ત્રિપલ અકસ્માત

આહવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લકઝરી બસે કાર અને બાઇકને ટક્કર મારી હતી

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બારખાંદીયા ફાટક પાસે લકઝરી બસનાં ચાલકે કાર તથા મોટરસાયકલને ટક્કર મારી બસને પલ્ટી ખવડાવી દેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાવા પામ્યો હતો.

આજરોજ મહારાષ્ટ્રનાં પરભણથી સાપુતારા-શામગહાન થઈ સુરત તરફ જઈ રહેલ ખાલી લકઝરી બસ.ન.જીજે.03.બીડબલ્યુ.3672 જે સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજય ધોરીમાર્ગનાં બારખાંદીયા ફાટક પાસે ચાલકે અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દઈ સામેથી મુંબઈથી સાપુતારા તરફ જઈ રહેલ હુન્ડાઈ i10 કાર.ન.એમએચ.47.ક્યુ.5819 તથા સ્થાનિક મોટરસાયકલ ન.જી.જે.30.સી.1260 ને ટક્કર મારી માર્ગની સાઈડમાં આવેલ દુકાનનાં શેડ પાસે પલ્ટી ખવડાવી દેતા ઘટના સ્થળે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

આ અકસ્માતનાં બનાવમાં લકઝરી બસ, હુન્ડાઈ કાર સહીત મોટરસાયકલને જંગી નુકશાન થયુ હતુ. સદનસીબે આ લકઝરી બસ ખાલી હોવાનાં પગલે મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતનાં બનાવમાં બસ ચાલક સહિત ક્લીનર તથા કારમાં સવાર મુસાફરોને નજીવી ઇજાઓ પોહચતા તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો મળી હતી.