કરુણાંતિકા:ડાંગના સુબિરમાં ગાજવીજ સાથે વરસાદ, વીજ પડતા ખેડૂતનું મોત

આહવા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ​​​​​​​પડતા પાણી પાણી

રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા બે ત્રણ દિવસથી ક્યાંય વીજ ગાજ સાથે મધ્યમ તો ક્યાંક ઝરમરીયો વરસાદ નોંધાઈ રહ્યો છે. રવિવારે ડાંગ જિલ્લાનાં સુબિર, આહવા તેમજ વઘઇ પંથક વરસાદ વરસાદ પડ્યો હતો. જ્યારે સુબિર પંથકમાં ગાજવીજ સાથે 33 મી.મી જેટલો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. દિવસ દરમ્યાન ગિરિમથક સાપુતારા, શામગહાન સહિત સરહદીય ગામડાઓમાં ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા અંબિકા નદી ધસમસતી જોવા મળી હતી.

સાપુતારા ખાતે સમયાંતરે વરસાદી માહોલની સાથે ગાઢ ધુમમ્સીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર, સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી સુબિરમાં સૈથી વધુ 33મીમી, આહવામાં 2, સાપુતારામાં 10 જ્યારે વઘઇ પંથક વરસાદ વિના કોરાકટ રહ્યા હતો. ડાંગમાં વીજળી પડવાથી આદિવાસી ખેડૂત મોહનભાઈ ગંગાજુભાઈ પવાર ઉ.વ. 55 રહે. કડમાળ તાલુકો સુબીરનું મૃત્યુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...