બાપુ કી ગાડી તરીકે જાણીતી બીલીમોરાથી વઘઇ જતી નેરોગેજ ટ્રેન વર્ષોથી દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ડાંગના આદિવાસી લોકો માટે જીવાદોરી સમાન રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા અવારનવાર આ ટ્રેનને નવી સુવિધા સાથે સજ્જ કરી દોડાવાઈ રહી છે. ત્યારે રેલ્વે મંત્રાલયે દેશમાં હાઈડ્રોજન ટ્રેન માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેનું નામ છે ‘હાઈડ્રોજન ફોર હેરિટેજ’ જેમાં પ્રવાસન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે રેલવે હાઈડ્રોજન ટ્રેન ચલાવશે.
પહેલા 8 હેરિટેજ રૂટ પર ચલાવવામાં આવશે
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ટ્રેનને લઈ દેશમાં ટુંક સમયમાં હાઈડ્રોજન ટ્રેન દોડતી દેખાવવાની વાત સાથે જાહેરાત કરી છે. ગુજરાત સહિત દેશની અનેક હેરિટેજ લાઈનો પર દોડતી દેખાશે. હાઈડ્રોજન ટ્રેનને લઈ રેલવે એ કહ્યું કે, ડિસેમ્બર 2023થી દેશમાં હાઇડ્રોજન ટ્રેનો દોડવાનું શરૂ થશે. તે પહેલા 8 હેરિટેજ રૂટ પર ચલાવવામાં આવશે. વધુમાં દેશમાં પ્રવાસન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે રેલવે આ હેરિટેજ રૂટ પર હાઇડ્રોજન ટ્રેન ચલાવી રહી છે.
હાઈડ્રોજનથી ચાલતા ખાસ એન્જિન બનાવવામાં આવ્યા
રેલવે એ જણાવ્યું કે, આ અંગે ટ્રેનોના એન્જિન અને કોચમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવશે. કોચમાં પ્રોપલ્શન યુનિટ પણ લગાવવામાં આવશે. આ સાથે તેમાં વિસ્ટાડોમ કોચ પણ લગાવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે 2 વર્ષમાં, દેશમાં સંપૂર્ણપણે હાઇડ્રોજન ટ્રેનો શરૂ થશે. મહત્ત્વનું છે કે, રેલવે ઘણા વર્ષોથી ગ્રીન ફ્યૂલના રૂપમાં હાઈડ્રોજનનો ઉપયોગ કરવા પર કામ કરી રહ્યું છે. જેમાં હાઈડ્રોજનથી ચાલતા ખાસ એન્જિન બનાવવામાં આવી રહ્યાં છે.
વેપારી સહિત સ્થાનિક લોકોમાં ખૂશી
વઘઇ બીલીમોરા વચ્ચે દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનની શરૂઆતની જાહેરાત કરાતાં વઘઇના સ્થાનિક લોકો અને વેપારી એસોસિએશને આ હાઈડ્રોજન ટ્રેન શરૂ કરવાના નિર્ણયને આવકાર્યો હતો. વધુમાં વેપારી એસોસિએશન સહિત સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ ટ્રેન સ્થાનિક રહીશો અને રોજગારી માટે મુસાફરી કરતાં લોકો અને પ્રવાસીઓ માટે સાનુકૂળ રહેશે. સ્થાનિક આદિવાસી સમુદાય, સ્થાનિક લોકો અને પ્રવાસીઓને આ ટ્રેનનો લાભ મળશે. બીલીમોરા વઘઈ વચ્ચે આ સ્પેશિયલ દેશની પહેલી ટ્રેન ગુજરાતના બીલીમોરાથી વઘઇ હેરીટેજ ટ્રેન શરૂ કરાશે અને નવા અપડેટ સાથે જોવા મળશે. જેને લઈને ડાંગ જિલ્લાના વેપારી સહિત સ્થાનિક લોકોને ખુબ આનંદ થઈ રહ્યો છે.
જાણો આ હાઇડ્રોજન ટ્રેન કયા રૂટ પર દોડશે
બીલીમોરા વઘઇ - (ગુજરાત)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.