તૈયારીઓ પુરજોશમાં:સાપુતારામાં ભવ્ય મોનસુન ફેસ્ટીવલ યોજાશે; રસ્તાઓને રંગબેરંગી લાઈટોથી સજાવવામાં આવ્યા

ડાંગ (આહવા)13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના એક માત્ર હીલસ્ટેશન સાપુતારા ખાતે આગામી 30 જુલાઈથી મેઘમલ્હાર મોનસુન ફેસ્ટીવલ શરૂ થવા જઇ રહ્યો છે, ત્યારે તેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાપુતારાના રસ્તાઓને રંગબેરંગી લાઈટોથી સજાવવામાં આવ્યા છે.

વિવિધ પ્રોગ્રામોનું આયોજન
સાપુતારા ખાતે આવતા સહેલાણીનું મનોરંજન કરવા માટે વિવિધ પ્રોગ્રામ નું આયોજન ગુજરાત પ્રવાસન અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે. જેની સાથે લોકાર્પણ સમારોહ પણ યોજાશે જેમાં મ્યુઝિકલ ફાઉન્ટેન, એમ્ફિથીયેટર, એડવેન્ચર પાર્ક, બોટિંગ જેટ્ટી એરિયા ડેવલપમેન્ટ અને ફ્લોટિંગ જેટ્ટી, હયાત લેકની ફરતે કેનોપીઝ વગેરેનું રહેશે.

વિવિધ સ્પર્ધાઓનું આયોજન
સળંગ એક મહિનો ચાલનારા આ ફેસ્ટિવલમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જન્માષ્ટમીના દિવસે દહી હાંડી, રેઇન રન મેરેથોન, બોટ રેસિંગ તથા નેચર ટ્રેઝર હન્ટ સહિત વિવિધ રમત અને અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...