ગ્રામવાસીઓનું રણશિંગુ:કોસીમપાતળ અને મોટી દબાસનાં ગ્રામજનોનું રસ્તો- પુલ નહીં તો મત પણ નહીંનું અલ્ટીમેટમ

આહવા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગ્રામવાસીઓએ બેનર લગાવી ચૂંટણીનો વિરોધ નોંધાવ્યો. - Divya Bhaskar
ગ્રામવાસીઓએ બેનર લગાવી ચૂંટણીનો વિરોધ નોંધાવ્યો.
  • ચોમાસામાં પુલ પરથી પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણુ બની જાય છે

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં કોસીમપાતળ અને આહવા તાલુકાનાં મોટી દબાસનાં 442 મતદારોએ રસ્તો અને પુલ નહીં તો મત પણ નહીનું જણાવી ચૂંટણી બહિષ્કારનું રણશિંગુ ફૂંકતા ખળભળાટ મચી ગયો હતો. ડાંગ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીનાં મતદાનની તારીખ નજીક આવી ગઈ છે ત્યારે ડાંગ જિલ્લાનાં અમુક ગામોનાં લોકો આજેપણ પાયાની સુવિધામાં રસ્તા અને મોટા પુલોથી વંચિત રહેતા ચૂંટણી બહિષ્કારનાં બ્યુગલો ફૂંકાઈ રહ્યાં છે.

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં મોટી દબાસના ગ્રામજનોએ ડાંગ કલેકટરને સંબોધીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે મોટી દબાસ ગામે ઉંમરપાડાથી મોટીદબાસ ગામને જોડતો અઢી કિલોમીટરનો માર્ગ વર્ષોથી જર્જરિત હાલતમાં છે. આ માર્ગ તંત્ર દ્વારા ગોટામેટલવાળો બનાવ્યો છે. ચોમાસાની ઋતુમાં મોટીદબાસ ગામને જોડતા પુલ પરથી પાણી ફરી વળતા હોવાનાં પગલે ગામને સંપર્કવિહોણા બની જવુ પડે છે. જેથી આ માર્ગ ડામર સપાટીવાળો તથા આ માર્ગમાં પુલની તાતી જરૂરિયાત છે.

આ માર્ગ બિસ્માર હોવાનાં પગલે ગામને આરોગ્ય સહિત શિક્ષણમાં ઘણી હાલાકી વેઠવાની નોબત ઉભી થાય છે. આ ગામમાં એસટી બસ પણ આવી શકતી નથી. આ માર્ગ બાબતે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં આવતા મંગળવારે ગ્રામજનોએ મોટી દબાસ ગામે રસ્તા અને પુલ નહીં તો વોટ પણ નહીનાં બેનેરો લગાવી વિધાનસભાની ચૂંટણીનાં બહિષ્કારનું રણશિંગુ ફૂંકયુ છે.

બીજી તરફ વઘઇ તાલુકા કોસીમપાતળ ગામનાં ગ્રામજનોએ પણ રસ્તો નહીં તો મત પણ નહીં એવો મક્કમ નિર્ધાર વ્યક્ત કરી ચૂંટણી બહિષ્કારનું અલ્ટીમેટમ આપતા ખળભળાટ મચી ગયો છે.વિધાનસભાની ચૂંટણીનાં મતદાનને ગણતરીનાં દિવસો જ બાકી છે ત્યારે અત્યાર સુધીમાં ડાંગ જિલ્લામાં ચાર ગામના મતદારોએ રસ્તો નહીં તો મત નહીંનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...