વ્યવહાર અવરોધાયો:ધવલીદોડ પલાયદેવી રોડ પર ભારે વરસાદના કારણે પ્રોટેકશન વોલ ધરાશાયી

આહવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આહવા તાલુકાના ધવલીદોડ પીપલાયદેવી રસ્તા પર વળાંકમાં ભારે વરસાદના કારણે રસ્તાની સાઇડની પ્રોટેકશન વોલ તૂટી જતા વાહન વ્યવહાર અવરોધાયો છે.ડાંગ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નદીઓ બન્ને કાંઠે વહી રહી છે. ડાંગ જિલ્લામાં ડુંગરો હોવાના કારણે ડુંગરવાળા રસ્તા પર તોતિંગ વૃક્ષ વીજપોલ તેમજ પ્રોટેક્શન વોલ તૂટી જવાના અનેક બનાવો બન્યા છે. કેટલાક ડુબાઉ કોઝવે પરથી વરસાદી પાણી ફરી વળતા ગામો સંપર્કવિહોણા બન્યાં છે.

ભારે વરસાદમાં શનિવારે ધવલીદોડથી પીપલાયદેવી જતા માર્ગ પર વળાંકમાં રસ્તાના સાઇડની પ્રોટેકશન વોલ તૂટી જતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. આ રસ્તા પરથી વાહનો પસાર થતા ઊંડી ખાઈમાં ખાબકવાની ભીતિ સર્જાઇ હતી. જેના પગલે ગામના સરપંચ હર્ષદાબેન રમેશભાઈ ગાંર્ગડે એ આ બાબતની જાણ વલસાડ માર્ગ મકાન વિભાગને કરી સત્વરે આ પ્રોટેક્શન વોલનું કામ શરૂ કરાય તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...