• Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • The Misbehavior Of The Principal Of The Vocational Training Center In Ahva Led To A Sit in By The Students, A Complaint To The Administrator.

સગવડનો અભાવ:આહવામાં વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનાં આચાર્યનાં તોછડા વર્તનથી છાત્રોની ધરણાની ચીમકી , વહીવટદારને આવેદન

આહવા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 27માંથી 15 વિદ્યાર્થીઓએ સગવડના અભાવે હોસ્ટેલ પણ છોડી દીધી છે

ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવામાં આવેલ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મંગળવારે ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદારને સંબોધીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદાર કચેરી દ્વારા સંચાલિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને વી.ટી.સીનાં આચાર્ય દ્વારા અદાવત રાખી હોસ્ટેલમાંથી કાઢી મુકવાની ધમકી આપી માનસિક રીતે હેરાન પરેશાન કરી રહ્યાં છે.

ડાંગનાં અંતરિયાળ વિસ્તારનાં ગામોમાંથી આવતા વિદ્યાર્થીઓએ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર આહવા ડાંગમાં વિવિધ ટ્રેડમાં એડમિશન લીધુ છે. ગામોમાં બસ આવતી નહીં હોવાથી અહીં આવેલ સરકારી હોસ્ટેલમાં 27 વિદ્યાર્થીએ પ્રવેશ લીધો છે અને અગાઉ હોસ્ટેલ શરૂ થઈ નહીં તે બાબતે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. જેની અદાવત વી.ટી.સીનાં આચાર્ય વિદ્યાર્થીઓ સાથે રાખી અવાર-નવાર તોછડું વર્તન કરવામાં આવે છે. આ સાથે આ આચાર્ય વિદ્યાર્થી સાથે ગાળાગાળી પણ કરવામાં આવે છે.

વધુમાં માર-મારવાની ધમકી આપે છે તેમજ તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મુકવાની ધમકી આપી શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવે છે. આ વીટીસીનાં આચાર્યની પત્ની પણ વિદ્યાર્થીઓ સાથે અભદ્ર વર્તન કરે છે.

જેથી કુલ 27માંથી 15 વિદ્યાર્થીએ તો હોસ્ટેલ પણ છોડી દીધી છે પરંતુ યોગ્ય સગવડ નહીં હોવાથી આ હોસ્ટેલમાં રહેવા માટે મજબુર બન્યા છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને હાનિ કે અન્ય કંઈ પણ થાય તો તેની તમામ જવાબદારી આ આચાર્યની રહેશે એ‌વું જણાવ્યુ છે. વધુમાં તંત્ર દ્વારા જો આચાર્ય સામે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ધરણાની પણ ચીમકી ઉચ્ચારી છે.

આચાર્યને સૂચના આપી દેવાઇ છે
વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનાં આચાર્ય બકુલેશ દાસ અને હોસ્ટેલનાં વિદ્યાર્થીઓની વાત મારા ધ્યાનમાં આવી છે અને મે આચાર્યને સૂચના આપી છે. -જે.ડી. પટેલ, પ્રાયોજના વહીવટદાર, ડાંગ જિલ્લો

અન્ય સમાચારો પણ છે...