75માં સ્થાપના દિનની ઉજવણી:ડાંગમાં શિક્ષણ અને સંસ્કારના બીજનુ વાવેતર કરતા ડાંગ સ્વરાજ આશ્રમનો સ્થાપના દિવસ ઉજવાયો

ડાંગ (આહવા)20 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશ આખો 'આઝાદીનો અમૃત મહોત્સવ' ઉજવી રહ્યો છે. ત્યારે ગુજરાતના એક અંધારિયા મુલક ગણાતા તત્કાલીન ડાંગ જિલ્લામાં શિક્ષણ અને સંસ્કારનો દીપ પ્રજ્વલિત કરવાનુ ભગીરથ કાર્ય કરનારા 'ડાંગ સ્વરાજ આશ્રમ' નો પણ 75મો સ્થાપના દિવસ, તા.7મી સપ્ટેમ્બરે યોજાયો હતો.

તા.7મી સપ્ટેમ્બર, 1948ના રોજ સ્થપાયેલા 'ડાંગ સ્વરાજ આશ્રમ' એ, શરૂઆતના વર્ષોમાં ડાંગ જિલ્લામાં અનેક પ્રકારની અગવડો વચ્ચે શિક્ષણ અને સેવા કાર્યો કરવા સાથે ડાંગને ગુજરાતમાં જોડવાનુ કામ પણ કર્યું હતું.

સ્વ. છોટુભાઈ નાયક, ધીરુભાઈ નાયક અને ઘેલુભાઈ નાયક (બંધુ ત્રિપુટી) સાથે 'દાંડીનો દીવડો' તરીકે ઓળખાતા ગાંડાભાઈ પટેલે સંસ્થાના માધ્યમથી ડાંગમા શિક્ષણ અને સંસ્કારના બીજ વાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...