તપાસ:આહવા સિવિલમાં દાખલ ગડદ ગામના યુવકની લાશ આહવા સનસેટ નીચેથી મળી

આહવા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધ્યો

આહવાની સિવિલ હોસ્પિટલમાં પેટના દુ:ખાવાની સારવાર માટે દાખલ થયેલા ગડદ ગામના યુવાનની લાશ આહવા સનસેટ પોઇન્ટ નીચેથી મળી આવતા ચકચાર મચી ગઇ છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગડદ ગામના રહીશ શૈલેષ દેવરામભાઈ પવાર (ઉ.વ. 35) ગત 31મી જુલાઈના રોજ તેમના પેટમાં દુ:ખાવો થતા સારવાર અર્થે આહવાની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.

જેની મંગળવારે સાંજે આહવા સનસેટ પોઇન્ટ નીચે બેજની આંકડીના પટમાંથી ઇજા પામેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ આહવા પોલીસને થતા ઘટનાસ્થળે દોડી આવી લાશનો કબજો લીધો હતો.

પોલીસે તેની ઓળખ કરતા આ લાશ ગડદ ગામના યુવાનની હોવાનું બહાર આવતા આહવા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આહવાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા યુવાનની લાશ સનસેટ વિસ્તારમાંથી મળવાની ઘટના એ આહવા નગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...