• Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • The Condition Of Bus Stands In Most Villages Of Dang Is Pathetic, Commuters Are Forced To Stand On The Road Even In Rain.

ગ્રામીણ વિસ્તારનો વિકાસ રૂંધાયો:ડાંગના મોટાભાગના ગામોમાં બસ્ટેન્ડની હાલત દયનીય, મુસાફરો વરસાદમાં પણ રોડ પર ઉભવા મજબૂર

ડાંગ (આહવા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી પછાત વિસ્તાર પ્રાથમિક જરૂરિયાતો મળી રહે તેવા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ મહિના પેહલા જ સાપુતારા ખાતે કરોડોના ખર્ચે નવા બસસ્ટેન્ડના નિર્માણની જાહેરાત કરી ખાતમુર્હુત કરાયું હતું. જ્યારે ગ્રામ્ય વિસ્તારના બસ્ટેન્ડની હાલત તો દયનીય છે.

ડાંગ ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગે આદિવાસી પરિવારો વસવાટ કરે છે અને તેઓ મુસાફરી માટે રાજ્ય પરિવહનનો ઉપયોગ કરે છે. ઘણા ગામો અંતરિયાળ વિસ્તારમાં આવેલા હોય છે અને ચાલીને નજીકના બસસ્ટેન્ડ સુધી જવું પડે છે. હાલની સ્થિતિએ ડાંગના ઘણા ગામોના બસ્ટેન્ડ ઉપયોગ લાયક નથી. જે વરસાદ કે ઉનાળાના તાપમાં ઉપયોગમાં લઇ શકાય તેમ નથી. તસવીરમાં નજરે પડતાં બસ્ટેન્ડ આહવા તાલુકાના ભાંદા અને કાહન્ડોળઘોડી ગામના છે. અમુક ઠેકાણે તંત્ર દ્વારા બસ્ટેન્ડ બનાવાયા છે જે તદ્દન બિનઉપયોગી છે જ્યાં કોઈ પ્રકારે પ્રવાસીઓ કે બસ ઉભી રહેતી નથી.

ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, આઇ. ટી. આઇ., જ્યુડીશિયલ કોર્ટ વગેરે જેવી વિવિધ સરકારી કચેરીઓ આવેલી છે. જ્યાં લગભગ 92 ગામના લોકો તાલુકા મથકે વિવિઘ સરકારી કે પોતાના કામ માટે આવે છે. પરંતુ હજી સુધી કોઈ પણ યોગ્ય પ્રકારના બસ્ટેન્ડની સુવિધા ઊભી ન કરતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...