ડાંગમાં મેઘતાંડવ:પૂર ઓસરતા આહવા તાલુકામાં 3 દિવસ આગાઉ તણાયેલ વ્યક્તિની લાશ નદી કાંઠે મળી આવી

ડાંગ (આહવા)2 મહિનો પહેલા

ડાંગમાં સતત એક સપ્તાહ ના મેઘતાંડવ બાદ વરસાદે વિરામ લેતા પૂર ઓસરતા આહવા તાલુકામાં ત્રણ અને સુબિર તાલુકામાંથી બે એમ બે તાલુકામાંથી કુલ પાંચ લાશ મળી આવી હતી. ડાંગના પૂર્વ વિસ્તારમાં કડમાલ ગામના ઇંદરભાઈ પવાર (ઉ.વ.56) ગુરુવારે ખેતી કામ અર્થે ખેતરમાં ગયા હતા અને રાત્રે પરત ફર્યા ન હતા. જેમની લાશ કડમાળ ગામ પાસેના નાળામાં મળી આવી હતી. વાંઝીટેમરુન, હારપાડા ગામે પણ બે લાશો હોવાની જાણ પોલીસને થતાં તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરી હતી.

હારપાડા ગામનો પ્રવીણ લાસુ પવાર નામનો વ્યક્તિ ખેતરમાં રોપણી કરી સાંજના સમયે ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે પૂરના કારણે નદીમાં તણાઇ ગયેલ હતો, જે ઘટનાનાં ત્રણ દિવસ પછી ડીકમ્પોઝ હાલતમાં ગારખડી ગામ પાસે થી મળી.

પૂર ઓસરતા વિનાશના દર્શયો સામે આવ્યા
સુબિર તાલુકાના વડપાડા ગામનો નવલભાઈ ભીખુભાઈ પાટીલ (ઉ. વ. ૩૬) પૂર્ણા નદીમાં તણાતા તેની લાશ લવચાલી ગામની નદીમાંથી મળી આવી હતી. ઢોંગીઆંબા ગામનો ૭માં ધોરણ માં ભણતો રોહિત જીતેશ દીવા તણાયો હતો જેની લાશ વઘઇ તાલુકાના દરડી ગામની નદીમાંથી મળી આવી હતી. પુરના કારણે પાણી ઓસરતાં જ વિનાશના દૃશ્યો દેખાય રહ્યા છે. તૂટેલા રસ્તાઓ, વીજપોલ અને મરામતનું કામ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...