આહવામાં શિક્ષક દિનની ઉજવણી:જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મંત્રી જીતુભાઇ ચૌધરી હસ્તે સન્માનિત કરાયા

ડાંગ (આહવા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષાધિકારીની કચેરી, ડાંગ દ્વારા આજરોજ કલ્પસર અને મત્સ્યોઉધ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા, જળ સંસાધન અને પાણી પુરવઠા (રાજ્ય કક્ષા) મંત્રી જીતુભાઇ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમા સરકારી માધ્યમિક શાળા આહવા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામા આવી હતી.

આ પ્રંસગે ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત રાજ્યમા શિક્ષણની દિશા બદલાઈ છે. ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે મા.વડા પ્રધાન નરેદ્રભાઈ મોદીનો અમૂલ્ય ફાળો રહ્યો છે. રાજ્ય સરકાર શિક્ષણ બાબતે સતત ચિંતિત છે. સરકારી શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ આશ્રમ શાળાઓમા તમામ પ્રકારની સુવિધાઓ સાથે ઉચ્ચ શિક્ષણ માટે સરકારના સતત પ્રયાસ રહ્યા છે.

શિક્ષણથી અમૂલ્ય જ્ઞાન પીરવસાવાનુ કાર્ય શિક્ષકો કરી રહ્યા છે. દેશને પ્રગતિશીલ બનાવવા માટે શિક્ષણ અને સંસ્કાર પણ ખુબ જ જરૂરી છે. વઘુમા સરકાર દ્વારા તૈયાર કરવામા આવેલ અત્યાધુનિક શાળાઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરાવનાર શિક્ષકોનો મંત્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...