વિશેષ અવસર:આહવામાં ‘રાખી મેળા’માં વાંસની રાખડીનું આકર્ષણ

આહવા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘મહિલા સપ્તાહ’ અંતર્ગત મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન માટે કરાયેલું આયોજન

ભાસ્કર ન્યૂઝ | આગામી રક્ષાબંધનના પાવન પર્વને અનુલક્ષીને આહવા સ્થિત જૂની કલેકટર કચેરીની સામે ‘મહિલા સપ્તાહ’ અંતર્ગત મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળી રહે તે માટે ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ‘રાખી મેળા’નુ આયોજન કરાયું છે. આ રાખી મેળાના સ્ટોલમા સ્થાનિક બહેનો દ્વારા વાંસમાથી બનાવેલ રાખડી આકર્ષણનુ કેન્દ્ર બની છે. ડાંગ જિલ્લાની સહેલી સખી મંડળ, ચિચિનાગાવઠાની બહેનો, જોઓ એકલવ્ય ફાઉડેશન દ્વારા વાંસમાથી રાખડી બનાવવાની ટ્રેનિંગ લીધા બાદ 1 મહિનાના ઓછા સમયગાળામા જ સુંદર વાંસની રાખડીઓ બનાવી છે. સહેલી સખી મંડળ સાથે જોડાયેલા પ્રિતીબેને જણાવ્યું હતુ કે, તેઓના ગૃપને માટી કામ બોર્ડ વિભાગ પ્રોજેક્ટ ગાંધીનગર અંર્તગત એકલવ્ય ફાઉડેશન દ્વારા ટ્રેનિંગ આપવામા આવી હતી. જેઓ હવે અન્ય બહેનોને પણ ટ્રેનિંગ આપી રહ્યા છે. તેઓની સાથે 15 જેટલી મહિલા જોડાયેલી છે. આહવા ખાતે આયોજિત સખી મંડળના આ 5 જૂથો દ્વારા હેન્ડીક્રાફ્ટ, રાખડી, કપડા તેમજ નાગલીની વિવિધ બનાવટોના સ્ટોલ રાખવામા આવ્યા છે. ડાંગ જિલ્લાના વિવિધ ગામથી આવતા લોકો આ ‘રાખી મેળા’ની મુલાકાત લઇ રહ્યાં છે. મહિલા સશક્તિકરણ માટે ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલાઓને તાલીમ આપીને તેઓને આજીવિકાલક્ષી પ્રવૃતિઓ સાથે સાંકળવામા આવે છે. આ ઉમદા પ્રયાસના ભાગરૂપે અને રક્ષાબંધનના તહેવારને ધ્યાનમા રાખીને 1લીથી 8મી ઓગસ્ટ સુધી આહવામાં ‘રાખી મેળો’ આયોજિત કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...