12 સાયન્સ પરિણામ:ડાંગમાં પરિણામને લઇ વાલીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો

આહવા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 70.42% પરિણામ જાહેર

ડાંગ જિલ્લાનું ધોરણ-12 એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહનું 70.42 ટકા જાહેર થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો હતો.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા ગુરૂવારે એચ.એસ.સી બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું કુલ 72.02 ટકા જેટલુ પરિણામ જાહેર થયુ છે. રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં નોંધાયેલા 311માંથી 219 વિદ્યાર્થી પાસ થતા જિલ્લાનું 70.42 ટકા પરિણામ જાહેર થયું હતું. જ્યારે 92 વિદ્યાર્થી નાપાસ થયા હતા.

ડાંગ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનાં પરિણામમાં A1 અને A2 ગ્રેડમાં એકપણ વિદ્યાર્થીનો સમાવેશ થયો નથી. જ્યારે B1 ગ્રેડમાં 10 વિદ્યાર્થીઓ, B2 ગ્રેડમાં 42 વિદ્યાર્થી, C1 ગ્રેડમાં 84, C2 ગ્રેડમાં 68 તથા D ગ્રેડમાં 15 વિદ્યાર્થીનો સમાવેશ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો હતો.

ડાંગમાં એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ બારીપાડાનું 96.39 ટકા, એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ આહવાનું 91.84 ટકા, દીપદર્શન માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા આહવાનું 91.67 ટકા, સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર માલેગામનું 91.49 ટકા, એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ સાપુતારાનું 88.89 ટકા, સરકારી ખેતીવાડી ઉચ્ચત્તર માધ્યમિક શાળા વઘઇનું 34.78 ટકા, સંત થોમસ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ ઝાવડાનું 33.33 ટકા, સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા સુબીરનું 27.27 ટકા, તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા આહવાનું સૌથી નબળુ પરિણામ 16.28 ટકા જાહેર થયું હતું. ડાંગમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને શિક્ષણાધિકારી એમ.સી ભૂસારા સહિત વહીવટી તંત્રની ટીમે શુભકામના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...