• Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • Swearing in Held As Part Of National Unity Day Celebrations In Dang; Karma Yogis From District To Village Level Participated

સત્યનિષ્ઠા સાથે શપથ ગ્રહણ:ડાંગમાં રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના ભાગરૂપે શપથ ગ્રહણ યોજાયો; જિલ્લાથી લઈને ગ્રામ્ય સ્તર સુધીના કર્મયોગીઓએ ભાગ લાધો

ડાંગ (આહવા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

એક ભારત, શ્રેષ્ઠ ભારતના સ્વપ્ન દ્વારા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને દેશ સમસ્તમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આજે જિલ્લા પંચાયતની જુદી જુદી શાખાના અધિકારીઓ ઉપરાંત કર્મચારીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. લોહપુરુષની જન્મ જંયતિ નિમિત્તે સમગ્ર ડાંગ જિલ્લામાં સાયકલ તેમજ બાઇક રેલીનું પણ આયોજન કરવામા આવેલું છે.

રાષ્ટ્રીય એકતા શપથ ગ્રહણ કાર્યક્રમ
ડાંગ કલેક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ જિલ્લા સેવા સદન ખાતે મહેસુલી અધિકારી, કર્મચારીઓએ એકતાના શપથ ગ્રહણ કર્યા હતા. તો જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા વિકાસ અધિકાર ડૉ. વિપીન ગર્ગની ઉપસ્થિતિમાં આહવા ઉપરાંત જિલ્લાના વધઇ અને સુબિર તાલુકા ખાતે પણ મામલતદાર સહિતના અધિકારી, કર્મચારીઓએ શપથ ગ્રહણ કરી 'એક ભારત શ્રેષ્ઠ ભારત'નો સંદેશ ગુંજતો કર્યો હતો. વન વિભાગની કચેરી ખાતે પણ નાયબ વન સંરક્ષક સર્વ દિનેશ રબારીની આગેવાની હેઠળ ફોરેસ્ટ ફોર્સએ શપથ લીધા હતા. તો પોલીસના જવાનોએ પણ એકતા દિવસના શપથ લીધા હતા. જિલ્લા અને તાલુકા મથકો ઉપરાંત ગ્રામ્ય કક્ષાની કચેરીઓ, આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી કેન્દ્રો, પંચાયતો કક્ષાએ પણ રાષ્ટ્રીય એકતા શપથ ગ્રહણ કર્યા હતા.

સત્યનિષ્ઠા સાથે શપથ લીધા હતા
રાષ્ટ્રીય એકતા દિવસે ડાંગના કર્મયોગીઓએ જે શપથ ગ્રહણ કર્યા છે, તે અક્ષરશઃ આ મુજબ છે. 'હું સત્યનિષ્ઠા સાથે શપથ લઉં છું કે, હું રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરીશ. મારા દેશવાસીઓમા પણ આ સંદેશ ફેલાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. હું આ શપથ મારા દેશની એકતાની ભાવનાથી લઈ રહ્યો છુ. જે સરદાર વલ્લભભાઈ પટેલની દૂરંદેશી, અને કાર્યો થકી સંભવ બની છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારું પોતાનું યોગદાન આપવા માટે પણ સત્યનિષ્ઠા સાથે શપથ લઉં છુ.'

બાઇક રેલીનું આયોજન કરી ઉજવણી કરવામાં આવશે
31મી ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિન લોહપુરુષની જન્મ જંયતિ નિમિત્તે સમગ્ર ડાંગ જિલ્લામાં સાયકલ તેમજ બાઇક રેલીનું પણ આયોજન કરવામા આવેલું છે. જેમા જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી રેલીનું પ્રસ્થાન કરાવવામા આવશે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમા દરેક પંચાયતમાં સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ તેમજ લોકો દ્વારા સાઇકલ તેમજ બાઇક રેલીનું આયોજન કરી 'રાષ્ટ્રીય એકતા દિન'ની ઉજવણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...