તપાસની માંગ:વાસુર્ણા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મનરેગાની કામગીરીમાં ગેરરીતિ આશંકા

આહવા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાંગજિલ્લા કોંગ્રેસ પ્રમુખનું કલેક્ટરને આવેદન, તપાસની માંગ

ડાંગ જિલ્લાનાં વાસુર્ણા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મનરેગાની કામગીરીમાં ગેરરીતિની ગંધ આવતા ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ દ્વારા ડાંગ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી તપાસની માંગણી કરી છે.

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરીએ ડાંગ જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા વિકાસ અધિકારી ડાંગને લેખિતમાં આવેદનપત્ર પાઠવી જણાવ્યુ છે કે આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગ્રુપ ગ્રામ પંચાયત વાસુર્ણાનાં સોનગીર અને વાસુર્ણા ગામે વર્ષ 2021-22 -23માં મનરેગા યોજના હેઠળ પથ્થરપાળામાં-હીરાલાલ સોમુ પવારનાં ત્યાં 1,33,123/-રૂપિયાની કામગીરીનો ખર્ચ બતાવવામાં આવેલો છે.

ખેતરમાં ખર્ચનાં પ્રમાણમાં નવી કામગીરી થઈ નથી તથા સિંચાઈ કૂવાની કામગીરીમાં બે કૂવા બતાવાયા છે અને ખર્ચ પાડવામાં આવ્યો છે પરંતુ ગુલાબભાઈ દેવરામભાઈ ગાયકવાડનાં ખેતરમાં એવો કોઈ કૂવો ખોદવામાં આવ્યો નથી છતાં રૂ. 1,69,311નો ખર્ચો પાડેલો છે તેમજ કેટલશેડ રાયસુભાઈ મંગાભાઈ પવારનાં નામે બતાવવામાં આવેલ છે પરંતુ અહી કામ થયું નહીં હોવા છતાં રૂ. 10,516નો ખર્ચો પાડ્યો છે.

વધુમાં જમીન લેવલીંગમાં 18 જેટલા ખેડૂતોનાં નામે કામ બતાવ્યા છે તે પ્રમાણે કામ થયું નથી. અહી લેવલિંગનું કામ જે.સી.બી મશીનથી કરવામાં આવ્યું છે, જે મનરેગાની ગાઈડલાઈન વિરુદ્ધ છે. વાસુર્ણા અને સોનગીર ગામે મનરેગા યોજનામાં માત્ર ગેરરીતિ જ થયો છે. જેથી મનરેગા યોજનાનાં જવાબદારો સામે કડક પગલા ભરી સ્થળ તપાસની માંગણી કરતા ખળભળાટ મચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...