ટીબી મુક્ત ભારત અભિયાન:ભારત સરકારની જોઇન્ટ સપોર્ટિંગ સુપરવિઝન મિશન ટીમે ડાંગ જિલ્લાની મુલાકાત લીધી

ડાંગ (આહવા)23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટીબી મુક્ત ભારત અભિયાનના અનુસંધાને ભારત સરકારની ટીમે, જોઇન્ટ સપોર્ટ સુપરવિઝન મિશન 2022 અંતર્ગત, ડાંગ જિલ્લાના વિવિધ હેલ્થ સેન્ટરો તથા સારવાર હેઠળના ટીબીના દર્દીઓની મુલાકાત લીધી હતી.

દરમિયાન ભારત સરકારની જોઇન્ટ સપોર્ટિંગ સુપરવિઝન મિશન 2022ની ટીમ દ્વારા, નેશનલ એલિમિનેશન પ્રોગ્રામનુ સઘન સુપરવિઝન કરવામા આવ્યુ હતુ. જેમા ડૉ. અમર શાહ, USAID, ડૉ. વૈભવ શાહ, WHO કન્સલ્ટન્ટ, સીટીડી, ડૉ. એમ. એસ. સોફિયા, WHO કન્સલ્ટન્ટ, સીટીડી, ડૉ. પ્રિયંકા અગ્રવાલ, ડૉ. રીતુ કશ્યપ, WHO મેડીકલ કન્સલ્ટન્ટ, છતિસગઢ, મિ. અસલમ શેખ, પિરામલ સ્વાસ્થ્ય તથા રાજ્ય કક્ષાએથી ડૉ, રશેંદુ પટેલ, નિયામકશ્રી, ડૉ. મયુર મહાવડીયા, તબીબી અધિકારીશ્રી, એસટીડીસી, અમદાવાદ તથા રાજ્ય કક્ષાના WHO કન્સલ્ટન્ટ ડૉ. હાર્દિક નાક્શિવાલા તથા ડૉ. રાહુલ, જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ડૉ. હિમાંશુ ગામિત, જીલ્લા ક્ષય અધિકારીશ્રી, ડૉ. ભાર્ગવ દવે અને જીલ્લા ક્ષય કેન્દ્રના તબીબી અધિકારીશ્રી ડૉ. ગર્વિના ગામિત સહીત આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ હાજર રહ્યા હતા.

આ ટીમ દ્વારા જનરલ હોસ્પિટલ, આહવા. આઈસીટીસી સેન્ટર, લીંક એઆરટી સેન્ટર, સીએચસી, પીએચસી, તથા સબ સેન્ટરો તથા સારવાર હેઠળના દર્દીઓ, તથા સારવાર હેઠળના દર્દીઓના સંપર્ક ધરાવતા કુટુંબીજનોની ટીબી અટકાયત અંગેની ચાલતી સારવાર અંગેની મુલાકાત લેવામા આવી હતી.

ડાંગ જિલ્લા ક્ષય અધિકારીના જણાવ્યા અનુસાર ટીમ દ્વારા કરવામા આવેલી, ડાંગ જિલ્લાની મુલાકાતનો અહેવાલ જિલ્લા કલેકટર શ્રી ભાવિન પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. વિપિન ગર્ગને આપી, ટીબી કાર્યક્રમ વિષયક ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...